બૈશાખી પર્વની ઉજવણી:જામનગરના ગુરૂદ્વારામાં અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ સાથે બૈશાખી પર્વની ભાવભેર ઉજવણી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શબ્દ કીર્તન અને ગુરૂ કા લંગર પ્રસાદીમાં શીખ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા
  • ગુરૂદ્વારામાં અખંડ પાઠ સાહેબ સહિતના કાર્યક્રમો યોજાયા

જામનગરમાં ગરૂદ્વારામાં અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ સાથે બૈશાખી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શબ્દ કીર્તન અને ગુરૂ કા લંગર પ્રસાદીમાં શીખ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જામનગરના ગુરૂદ્વારામાં બૈશાખી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂ સિંઘસભામાં બૈશાખી પર્વ હર્ષોલ્લાસથી મનાવાઈ રહ્યું છે. તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગુરૂ ગ્રંથ સાહેબને માથુ ટેકવીને ધન્ય થયા હતા તે પણ ગુરૂ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરૂદ્વારામાં 12 એપ્રિલના સવારે 10 વાગ્યે અખંડ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો. જેની ગુરૂવારે સવારે પૂર્ણાહુતિ થઇ હતી. ગુરૂવારે બૈશાખીના દિવસથી પંજાબના ખેડૂતો પોતાના ખેતરોમાં ઘઉંની ફસલ કાપે છે. ભગવાન પાસે દેશના ખેડૂતોનું આ વર્ષ પણ સારૂં જાય તે માટે પ્રાર્થના કરે છે. ગુરૂદ્વારામાં ધાર્મિક કાર્યક્રમો તથા દર્શનનો શીખ સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...