સાયન્સ-મેથ્સ કેમ્પ:સ્પેસ રોકેટ-સેટેલાઈટ મોડેલ્સ બનાવી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાયો

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ અન્વયે સ્પેશ મોડેલ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકો વર્ષમાં આવતા વિજ્ઞાન દિવસનું મહત્વ સમજે, શા માટે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે ? તેની માહીતી વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા દ્વારા આપવામાં આવેલ બાળકોએ કાગળના રોકેટ જાતે બનાવી મેદાન પર ઉડાળેલ સાથે સેટેલાઈટ વિશે માહિતિ આપેલ તેમજ કાગળમાથી કઈ રીતે બને તેની તાલીમ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્ર્મમાં 50 ટેકનોલોજી રસીકો સામેલ થયા હતાં. હાલ સમર સાયન્સ-મેથ્સ કેમ્પ તા. 1 જૂન સુધી શરૂ છે જે સંપૂર્ણપણે નિશુલ્ક છે. આ સમર સાયન્સ-મેથ્સ કેમ્પમાં સામેલ થવા મો. 99792 41100નો સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...