તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં એપ્રિલ 2021થી સી.બી.એસ.સી. શાળાઓના નવા સત્ર શરૂ થઇ ગયા છે. ત્યારે કોરોનાના કેસો વધ્યા છે તેવા સમયે વિધાર્થીઓને માત્ર 25 ટકા ફી માફી નહી પરંતુ 100 ટકા ફી માફીની માંગ સાથે આજે એન.એસ.યુ.આઈ અને યુવક કોગ્રેસ દ્રારા જીલ્લા શિક્ષાધિકારિને આવેદનપત્ર આપી માંગ કરી હતી. જો ફી માફી નહી કરાઈ તો ઉગ્ર આદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જામનગરમાં શેક્ષણિક વર્ષ 2020-21 આ સમગ્ર ભારતમાં કોરોના મહામારી સામે ઝઝૂમતું હતું. ગત વર્ષ શાળાઓ બંધ રહી હતી .છતાં પણ શિક્ષણ વિભાગ દ્રારા સમગ્ર ફી માફીની જગ્યાએ ફક્ત 25 ટકા ફી માફ કરવામાં આવી હતી.
જામનગર એન એસ યુઆઇ અને યુવક કોગ્રેસ દ્રારા આજે જીલ્લા શિક્ષાધિકારિને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્રારા ફી અંગેનો નવો પરિપત્ર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ શાળા આ સત્રની ફી ઉઘરાવે અને જો ફી ઉઘરાવી જ હોય તો જુના નિયમ મુજબ 25 ટકા સાથે જ ઉધરાવે તેવો લેખિત પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. અન્યથા જો કોઈ શાળાઓ પોતાની મનમાની મુજબ સંપૂર્ણ ફી વસુલવાનું શરૂ જ રાખશે તો નાછુટકે એનએસયુઆઈ અને યુવક કોગ્રેસ દ્રારા તમામ શાળાઓ સામે અને જીલ્લા શિક્ષાધિકારીની કચેરીએ આંદોલન કરશે તેવી ચીમકી પણ આવેદનપત્ર દ્રારા આપવામાં આવી છે.
આવેદનપત્ર આપતી વખતે જામનગર યુવક કોગ્રેસ પ્રમુખ ડો.તોસીફ્ખાણ પઠાણ, ગુજરાત યુવક કોગ્રેસ મંત્રી શક્તીસીહ જેઠવા,એન,એસ.યુ.આઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના આગેવાની જોડાયા હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.