તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાવધાન ! કોરોનાથી 4 મોત, જામનગરમાં ગુરૂવારે વધુ 44 લોકો સંક્રમિત બન્યા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 25 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા
 • જિ.પં.ના ઉપપ્રમુખ નયનાબેન તેમજ પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ અને તેમના પત્ની પોઝિટિવ

જામનગર સહિત જીલ્લાભરમાં કોરાનાની મહામારી ફરી વકરતા છેલ્લા 24 કલાકમાં વધુ 44 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે.જયારે ગુરૂવાર સાંજ સુધીમાં ચાર દર્દીઓના મૃત્યુ નિપજયાનુ પણ સામે આવ્યુ છે.જામજોધપુરના પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા અને જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પરમાર પણ પોઝીટીવ જાહેર થયા હતા. જામનગર સહિત રાજયભરમાં લોકડાઉનને એક વર્ષ પુર્ણ થયુ છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી કોરાનાની મહામારીએ ફરી કહેર વર્તાવ્યો છે.જેમાં છેલ્લા ચારેક દિવસથી પોઝીટીવ કેસમાં સતત ઉછાળો બહાર આવી રહયો છે.જામનગર શહેરમાં ગુરૂવાર સાંજ સુધીમાં વધુ 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં પણ 20 સંક્રમિત કેસો સામે આવ્યા છે.આમ,શહેર-જિલ્લામાં 24 કલાકમાં જ પોઝીટીવ કેસનો આંક 44 પર પહોચ્યો હતો.

જામનગરની સરકારી કોવિડ હોસ્પીટલમાં ગુરૂવાર સાંજ સુધીમાં ચારના મોત નિપજયા હોવાનુ પણ બહાર આવી રહયુ છે.જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી સરેરાશ ત્રીસથી પાંત્રીસ જેટલા કેસ નોંધાઇ રહયા છે જેના પગલે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે.બીજી બાજુ કોરોના સંદર્ભે ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે મહાપાલિકા, પોલીસ સહિતના વિભાગો દ્રારા પણ કાર્યવાહી કરાઇ રહી છે.

પૂર્વ ધારાસભ્યને અમદાવાદ ખસેડાયા
​​​​​​​જામજોધપુરના પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પરમાર પણ કોરાના પોઝીટીવ આવ્યા છે જેમાં પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહને સારવાર અર્થે અમદાવાદની હોસ્પીટલમાં લઇ જવાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

25 દર્દીઓએ આપી કોરોનાને મહાત
​​​​​​​જામનગરમાં સરકારી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના 25 દર્દીઓ સ્વસ્થ થતા તેઓ તમામને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.જેમાં શહેરના વધુ 14 દર્દીઓ અને ગ્રામ્ય પંથકના 11 દર્દીનો સમાવેશ થાય છે.બીજી બાજુ છેલ્લા એકાદ સપ્તાહથી ગ્રામ્યમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો