કાર્યવાહી:જામનગરમાં પશુમાલિકો સ્વેચ્છાએ પોતાના ઢોર મનપાના ડબ્બે મૂકી શકશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપા અને પોલીસની ટીમે વધુ 31 ઢોર પકડયા : ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1569 ઢોર પકડાયા

જામનગરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટની સંયુકત 4 ટીમ મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશ અતર્ગત મંગળવારે 31 ઢોરને પકડવામાં આવ્યા છે તેમજ ચાલુ વર્ષે કુલ-1569 ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ-745 ઢોરોને અમદાવાદ સ્થિત ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.

જો કોઈ ઢોર માલિક સ્વૈચ્છાએ પોતાની માલિકીના ઢોરને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બામાં મુકવા માંગતા હશે તો તેઓને વિનામુલ્યે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. વધુમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો માર્ગ પર નાખવા તથા ખવડાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા 8 ધંધાર્થીઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...