મનપા મેદાનમાં ઉતરી:જામનગરમાં 2 શીફ્ટમાં ઢોર પકડવાનું કામ શરૂ, 57 રખડતા ઢોર પકડ્યા; 175 પાંજરાપોળ મોકલાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 34 આસામી પાસેથી 20 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.13000 દંડની વસૂલાત કરાઇ

જામનગરમાંથી વધુ 57 રખડતા ઢોર મનપાએ પકડી પાડયા છે. 175 ઢોરને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. મનપા દ્રારા દૈનિક બે શીફટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે છતાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. 34 આસામી પાસેથી 20 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.13000 દંડની વસૂલાત કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફીકને નડતરરૂપ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરી જુદા-જુદા વિસ્તારોમાંથી ઢોર પકડવા માટે બે ટીમ તૈયાર કરી દૈનિક બે શીફટમાં કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લાં સપ્તાહમાં કુલ 57 રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે.

જયારે 175 ઢોરને પાંજરાપોળમાં શીફટ કરાયા છે. બીજી બાજુ સેનેટરી ઇન્સપેકટરની ચાર ટીમ બનાવી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી 75 માઇક્રોનથી ઓછી ગુણવતાવાળા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 24 વેપારી, દુકાનધારકો, ધંધાર્થીઓ પાસેથી 20 કીલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.13000 દંડની વસૂલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...