તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રફતાર:કોરોનાના કેસ ઘટયા, મૃત્યુદર વધ્યો ,3 મોત, 37 પોઝિટિવ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાકમાં શહેરમાં 22 અને જિલ્લામાં 15 વ્યકિત સંક્રમિત થયા

જામનગરમાં કોરોનાના કેસમાં આંશિક ધટાડો નોંધાયો છે પરંતુ મૃત્યુદર વધ્યો છે. 24 કલાકમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા છે તો 3 દર્દીના મૃત્યુ નિપજયા છે. 20 દર્દીએ મહામારીને મહાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જામનગરમાં કોરોના કેસ જેટગતિએ વધી રહ્યા છે. જો કે, શનિવારે પોઝિટિવ કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

શહેરમાં 22 અને જિલ્લામાં 15 લોકો સંક્રમિત થયા હતાં. જયારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં શુક્રવારે રાત્રીથી શનિવારે સાંજ સુધીમાં 3 દર્દીના મૃત્યુ નિપજયા હતાં. શહેરમાં 15 અને જિલ્લામાં 5 દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં. જોકે, કેસ વધતા તકેદારી જરૂરી બની છે.

આજે જામનગરમાં ખાનગી હોસ્પિટલ સિવાય તમામ રસીકરણ કેન્દ્ર ચાલુ રહેશે
શહેરમાં રવિવારે હોળી પર્વના ખાનગી હોસ્પિટલ સિવાયના તમામ રસીકરણ કેન્દ્ર પર સાંજે 5 વાગ્યા સુધી કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે. સોમવારે ધુળેટીની રજા હોવાથી કેન્દ્ર બંધ રહેશે. મંગળવારે તમામ કેન્દ્ર રાબેતા મુજબ ચાલુ રહેશે. ખાનગી હોસ્પિટલમાં રવિવાર અને સોમવાર રસીની કામગીરી બંધ રહેશે.

ગોપમાં કોરોનાના કેસ ટપોટપ વધતા ગોપનાથ મહાદેવ મંદિર મહિના માટે બંધ
જામજોધપુર તાલુકાના ગોપ ગામે કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. સુવિખ્યાત ગોપનાથ મંદિરે દર્શન માટે બહોળી સંખ્યામાં ભાવિકો આવતા હોય પંથકમાં કેસ વધતા એક મહિના માટે ગોપીનાથ યાત્રિકો માટે બંધ કરવામાં આવ્યું છે. ભીડ ન થાય તે માટે દર્શનાર્થીઓને ગોપનાથ ન આવવા મહત મંગલગીરી બાપુએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો