જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી જુદી જુદી ત્રણ કારમાંથી સાઇલેન્સરની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા પછી પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવી સરખેજમાંથી તસ્કર ત્રિપુટીને ચોરાઉ સાઇલેન્સર અને એક કાર સહિત રૂપિયા 3.39લાખની માલમતા સાથે ઝડપી લીધા છે.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાર્કિંગમાં કાર પાર્ક કરવામાં આવે છે, જે સ્થળે મોડી રાત્રિના સમયે તસ્કરોએ જુદી જુદી ત્રણ કારમાંથી સાઈલેન્સર ની ચોરી કરી લીધી હતી, જે અંગે સીટી એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
દરમ્યાન પોલીસે સીસીટીવી કેમેરાઓની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો હતો.તસ્કરો એક કારમાં જામનગર આવ્યા હતા, અને રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છુટ્યા હતા.આથી પોલીસ દ્વારા જી.જે-1 આર.પી.1837 નંબરની કાર બાબતે સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, અને છેક અમદાવાદના સરખેજ સુધી તપાસનો દોરો લંબાવાયો હતો. ત્યાંથી મૂળ જામનગરના વતની અનેહલ સરખેજમાં રહેતા ઇમરાન અજીજભાઈ ઉપરાંત તેના અન્ય બે સાગરીતો સરખેજના સત્તારભાઈ હુસેનભાઇ વોરા અને આસિફ અસલમભાઈ શેખની અટકાયત કરી લીધી હતી. જેઓ પાસેથી ત્રણ નંગ સાઇલેન્સર અને તેના વેચાણની 30 હજાર રૂપિયાની રકમ ઉપરાંત એક કાર સહિત 3.39 ની માલમતા કબજે કરી તેઓને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.