તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:ધરારનગર વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો, સાળાની પત્ની સાથે આડાસંબંધની આશંકાએ યુવકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાળા ,સાસુ-સસરા ,પત્ની સહિત છ સામે ગુનો નોંધાયો

જામનગરમાં ધરાનગર માં આવેલ અવાવરૂ કૂવામાંથી અર્ધ સળગેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ત્યારે સાળાની પત્ની સાથે આડા સંબંધની શંકા રાખીને યુવાન નું ઢીમ ઢાળી દઈને કૂવામાં ફેંકી ગયાનું તપાસ દરમિયાન ખોલ્યું છે.

આ મામલે મૃતકના સાળા સાસુ-સસરા પત્ની સહિત છ સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે જામનગરના ધરાનગર ફોરેસ્ટ કોલોની પાછળ ના અવાવરૂ કૂવામાંથી સળગેલી હાલતમાં ખોવાયેલી હાલતમાં લાશ મળી હતી ત્યારે તપાસમાં મૃતદેહ પુરુષનો હોવાનું ખુલ્યું હતું પોલીસ દ્વારા પી.એમ કરાવતા શોર્ટ નોટ ઇજા નું નિશાન જોવા મળ્યું હતું દરમ્યાનમાં વિશેરા લઇ ને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ ગુમ થયેલા અંગે પોલીસે તપાસ લંબાવી હતી જેમાં મૃતકની ઓળખ થઈ હતી અને મરનાર લલિત ભાઈ રામજીભાઈ સોંદરવા ઉ.વર્ષ 28 હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન રહસ્યમય બનાવ પરથી પડદો ઉઠયો હતો અને પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો જેમાં બનાવો આ અંગે મૃતકના ભાઇ મૂળ સત્તાપર ગામના અને હાલ રાજકોટ ગાંધીધામ ચોકડી પાસે રહેતા સંજય રામજીભાઈ સોંદરવા દ્વારા સીટી બી ડિવિઝન પોલીસમાં જામનગરના વુલન મીલ પાસે આવેલી ઝુપડપટ્ટી સિધ્ધનાથ નગર શેરી નંબર 3 રહેતા પાલા અરજણ કટારીયા, વિપુલ પાલા કટારીયા, અશ્વિન પાલા કટારીયા, જયાબેન પાલા કટારીયા, ભાનુબેન વિપુલ કટારીયા આ તમામની સામે પોલીસે આઈપીસી કલમ 302,201,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીના મોટાભાઈ લલીતભાઈ ઉં 28 ને તેના સાડા વિપુલભાઈ ના પત્ની ભાનુબેન સાથે આડા સંબંધ હોય જેના કારણે મરણ જનાર આરોપી ના ઘરે જતા ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદીના ભાઈ લલીતભાઈ નું કોઈપણ રીતે મોત નીપજાવી લાશને ધરાનગર પાસે આવેલ કૂવામાં નાખી લાશ સળગાવી ભાઈનું મોત નીપજાવી ને પુરાવાનો નાશ કરી એકબીજાને મદદગારી કરી હતી.

આ ફરિયાદના આધારે સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ ભોયે દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આરોપીઓના મૃતકના સાળા સસરા પત્ની સહિતનાઓની વિધિવત ધરપકડ કરવા માટે તપાસ આગળ ધપાવી છે આ બનાવે શહેરમાં અરેરાટી સાથે ચકચાર જગાવી છે પોલીસની ઝીણવટ ભરી તપાસ માં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો