તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢાંકપિછોડો કરવા ધમપછાડા શરૂ:દ્વારકાના નાગેશ્વર રોડ પરના ગેરકાયદેસર બાંધકામનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા યાત્રાધામમાં ખળભળાટ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના પૂર્વ પ્રમુખે ગેરકાયદે બાંધકામ અંગે ઘટસ્ફોટ કર્યો, રેરાના નિયમોનું પણ ઉલ્લંઘન કરાયાનો આક્ષેપ

દ્વારકામાં હાલ ગેરકાયદેસર બાંધકામ તોડવાનો સિલસિલો ચાલુ છે ત્યારે નાગેશ્વર રોડ પર મંજૂરી મુજબ બાંધકામ થયું ન હોય, ગેરકાયદેસર બિલ્ડીંગ ખડકી દીધાનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા દ્વારકા બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે હવે ઢાંકપીછાડો કરવાની પણ શરૂઆત થઈ ગઈ છે.

દ્વારકા શહેરના નાગેશ્વર રોડ પર અંબુજાનગર વિસ્તારમાં રહેણાંક હેતુ માટેના ફલેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ બહુમાળી ફ્લેટની ઓનલાઈન મંજૂરી મેળવવામાં આવી છે, પરંતુ મંજૂરી મુજબ બાંધકામ કરવામાં આવ્યું નથી જે અંગે દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ઝાખરિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, આ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી ફ્લેટનું વેચાણ કરી નાના અને ગરીબ માણસને છેતરવામાં આવ્યા છે. નિયમ મુજબ બાંધકામ દૂર કરી ફોજદારી પગલાં ભરી દબાણકર્તા પાસેથી દંડ વસૂલ કરવો જોઈએ. આ બિલ્ડીંગમાં રેરાના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

આ બાંધકામ અંગે ચીફ ઓફિસરે પણ જાત નિરીક્ષણ કર્યું નથી કે તેને રોકવામાં નિષ્ફળ ગયા છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

કમ્પલીશન સર્ટિફિકેટ માટે મારી પાસે હજુ સુધી કોઈ આવ્યું નથી: ચીફ ઓફિસર
દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલું બિલ્ડીંગ વિવાદાસ્પદ છે. આ અંગે અનેક ફરિયાદો મળી છે, પરંતુ સંબંધિત બિલ્ડીંગના સર્ટીફિકેટ માટે હજુ સુધી બિલ્ડર દ્વારા એપ્રોચ કરાયો નથી.> સી.બી. ડુડિયા, ચીફ ઓફિસર, દ્વારકા નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો