તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:જામનગરના ધરારનગર વિસ્તારમાં કુવામાંથી મળી આવેલી અર્ધબળેલી લાશનો મામલો, હત્યા કરી લાશ ફેંકી દાવાયાનો ખુલાસો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે મૃતક યુવકની ઓળખ કરી શકમંદોની પૂછપરછ શરૂ કરી

જામનગરના ધરાનગર વાડી વિસ્તારમાં કૂવામાંથી અર્ધ સળગેલી હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી અને પીએમ રિપોર્ટમાં ઈજાનું નિશાન જોવા મળતા હત્યાની આશંકા દર્શાવી ને પોલીસ ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો. દરમિયાનમાં યુવાનનું ઢીમ ઢાળી દઈ ને કૂવામાં ફેંકી ગયાની ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન સામે આવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવીને કયા કારણો સર બનાવ બન્યો એ દિશામાં તપાસ લંબાવીને મૃતકના સાળા અને સસરાની પૂછપરછ શરૂ કરી છે.આ બનાવમાં આરોપીઓ હાથવેંતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

જામનગરના ધરાનગરના ફોરેસ્ટ ક્વાર્ટર પાછળના અવાવરૂ કૂવામાંથી બે દિવસ પૂર્વે રાત્રિના સુમારે અર્ધ સળગેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડની ટીમ ની મદદથી લાશ બહાર કાઢી પોલીસ દ્વારા પીએમ માટે મોકલી આપવામાં આવી હતી પીએમ શોર્ટ નોટ માં ઈજાનુ નિશાન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે વીસેરા લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

જ્યારે સીટી બી ડિવિઝન ના પોલીસ સ્ટેશનના પીઆઇ ભોઈ , પીએસઆઇ રાદડિયા સહિતની ટુકડી દ્વારા જુદી જુદી દિશામાં તપાસ લગાવવામાં આવી હતી ગુમ થનાર અને તપાસ કરી હતી તે દરમિયાન પોલીસને ચોક્કસ કડી મળી હતી અને મરણ જનાર ની ઓળખ થઈ હતી જેમાં મરનાર લલીતભાઈ સોંદરવા ઉ.30 વર્ષ આશરે હોવાનું બહાર આવ્યું હતું ઓળખ થતાં કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.જેમાં અત્રે ઉલ્લેખનીય છે કે સીટી-સી ડિવિઝનમાં લલીતભાઈ સોંદરવા ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી. જેમાં સસરાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળ્યા બાદ લાપતા બન્યાનું જણાવવામાં આવ્યું હતું જે ગુમ નોંધના આધારે પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ઓળખ મેળવવામાં સફળતા મળી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મરનાર યુવાનનું અન્ય સ્થળે ઢીમ ઢાળી દીધા બાદ ધરાનગર ના આવા કૂવામાં સળગાવીને લાશને ફેંકી દઇ આરોપી નાસી છૂટ્યા હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ મામલે હત્યાની કલમ અનુસાર વિધિવત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો