કોરોનાનું ગ્રહણ:જામનગરમાં છોટાભીમ, મોટુ પતલું, મિકી માઉસ સહિતના કાર્ટૂનના પતંગો બાળકોમાં ફેવરિટ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતંગના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો, ઉતરાયણ નજીક છતાં 50% વેપાર

પતંગના પર્વ ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે છતાં જામનગરની પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ચાલુ વર્ષે પતંગના રો-મટીરીયલમાં ભાવમાં વધારો થયો છે તો ટ્રાન્સપોટેશન પણ મોંઘુ થતાં પતંગના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.

પરંતુ ભાવ વધારા અને કોરોનાકાળને કારણે હજુ સુધી 50 ટકા વેપાર થયાનું જામનગરના પતંગના વેપારીએ જણાવ્યું છે. બાળકોમાં કાર્ટૂન કેરેક્ટરના છોટાભીમ, મોટુ પતલુ, મિકી માઉસ સહિતના પતંગો ફેવરિટ છે. પ્રિન્ટવાળી પતંગોમાં વેક્સિન લાગવો, જો બકા કોરોનાથી ડરવું નહીં સહિતના લખાણવાળા પતંગોની નવી ડિઝાઈનો આવી છે.બાળકોના ફેન્સી મુખોટામાં ભૂત, સિંહ,વાઘના મુખોટા વધુ ચાલી રહ્યા છે.

કોરોનાને કારણે હોર્નના વેચાણમાં ઘટાડો
સામાન્ય રીતે દર વર્ષે આ સમયગાળામાં 80 થી 90 ટકા જેટલો વેપાર થઈ જાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના કાળ અને પતંગમાં ભાવ વધારો થવાના કારણે ફક્ત 50ટકા જેટલો જ વેપાર થયો છે.દર વર્ષે હોર્નનું વેચાણ ખુબ થયું હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે હોર્નના વેચાણમાં નોંધ પાત્ર ઘટાડો થયો છે.-પ્રકાશભાઈ લાલવાણી, પતંગના વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...