ફરિયાદ:જામનગરના નાગનાથ ગેઇટ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં મોડીરાત્રે તોડફોડ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ફરિયાદના આધારે હાથ ધરાતી તપાસ

જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં ગઈ રાત્રે તોડફોડ કરાઇ છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે. જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક અંબાજીના ચોકમાં જયદીપભાઇ ભટ્ટ નામના વ્યક્તિની માલિકીની કારને પાર્ક કરવામાં આવી હતી,

જે કારમાં ગઈ રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી નાખી હતી, અને પાછળના કાચ તોડી નાખ્યો હતો.ઉપરાંત કારની બોડીમાં પણ નુકસાની પહોંચાડવામાં આવી છે.જે સમગ્ર મામલો સીટી એ.ડવિઝન પોલીસમાં લઈ જવાયો છે, અને અજાણ્યા શખ્સો સામે તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...