સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી માધ્યમિક શાળા ખીમરાણામાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં એનડીસી પ્રોગ્રામ ચળવતા નિવૃતિમાં પ્રવૃત્તિ કરતા જયેશ વાઘેલા તેમજ તેમનાં ભાઈ મેહુલભાઈ વાધેલા પણ હાજર રહ્યા હતાં તેમનાં તરફથી ગામના નોકરી ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે તૈયારી કરવા માટેના ઉપયોગી અંદાજીત 3500+ની કિંમતના પુસ્તકો ભેટ સ્વરૂપે આયોજકોને આપીને પુસ્તક સેવા આપી છે.
આ ઉપરાંત ગામના પ્રફુલ્લ ચૌહાણ, હિતેશ માંડવીયા, વિજય કટેશિયા, દયાળજી ધારવિયા, ભગવાનજી માંડવીયા તેમજ પુંજાભાઈ ધારવિયા હાજરી આપી મોટીવેશન સ્પીચ આપી હતી તેમજ ટ્રસ્ટી મંત્રી રસિકલાલ કટેશિયા દ્વારા સમગ્ર વ્યવસ્થા તૈયાર કરાઇ હતી. કાર્યક્રમમાં આશરે 50 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામમાં એક સરસ મજાનું પુસ્તકાલય અને વાંચનાલય વ્યવસ્થા ઉભી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી તેમ કાંકરિયા પ્રાથમિક શાળા ખીમરાણાના આચાર્ય ભગવાનજી કટેશિયા દ્વારા જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.