તાલીમ:‘હ્દય બંધ પડી ગયું હોય તો પણ કાર્ડિયાક મસાજથી માનવ શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ રાખી શકાય’

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CRPFના 230 જવાનોને અચાનક હ્દય બંધ થતા અપાતી સારવારની તાલીમ

જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગના તબીબોએ ઇરજન્સીમાં જરૂરી કાર્ડીયો પલ્મોનરી રીસ્કીટેશન એટલે કે સીપીઆર જેને બેઇઝીક લાઇફ સપોર્ટ એટલે કે અચાનક હ્દય બંધ પડી જવાની ઘટનામાં આપવામાં આવતી સારવારની તાલીમ સીઆરપીએફના 230 જવાનોને આપી હતી.

ગત તા.6 થી 20 સપ્ટેમ્બર સુધી એનેસ્થેસિયા વિભાગમાં યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં માનવના શરીરની પ્રતિકૃતિ પર આ તાલીમ એનેસ્થેસિયા વિભાગના વડા ડો.વંદના ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિભાગના તબીબ ધ્વનિકા ઉપાધ્યાય, અંજલી કનખરા, વનીતા ડાભી, દુષ્યંત ચાવડા, અંજલી ઉનડકટ, નોમીલ ભોજાણી, નીલ જો ષી, ભૂમીકા પંચાલ, કિશન માકડીયા, જય કનાબારે આપી હતી.

કાર્ડિયાક મસાજથી મગજ, કીડની, લીવર, હ્દયને લોહી મળતું રહે છે
સીપીઆર એકાએક હ્દય બંધ પડી જવાની ઘટનામાં વ્યકિતને આપવામ)ં આવતી તાત્કાલીક સારવાર છે. જો તેની તાલીમ લીધી હોય તો કોઇપણ સામાન્ય વ્યકિત આ સારવાર આપી શકે છે. કાર્ડિયાક મસાજથી હ્દય બંધ પડી ગયેલી વ્યકિતના શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ રાખી શકાય છે. જેનાથી શરીના મહત્વના મગજ, કીડની, લીવર, હ્દય વગેરેને લોહી મળતું રહે છે. આથી જો આવી વ્યકિતને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેમની જીંદગી બચવાની શકયતા વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...