જામનગર લોહાણા મહાજન દ્વારા જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતીના દરિદ્રનારાયણ કાર્ડધારકોને જીવન જરૂરી અનાજ કરીયાણા સહીતની ચીજ વસ્તુઓ સહિતની એક કીટ લોહાણા મહાજનવાડીની ધામેચા વિંગના મુખ્ય દાતા સ્વ. ખોડીદાસભાઈ રતનશી ધામેચા પરિવાર લંડન દ્વારા ઇશાબેન જયકુમાર ઠક્કર અને રૂહીબેન ધરમભાઈ કોટેચા સહકારથી વીણાબેન અને પ્રદીપભાઇ ધામેચા તેમજ પ્રદીપભાઈ માધવાણીના હસ્તે આશરે 250 જેટલા દરિદ્રનારાયણ કાર્ડ ધારક પરીવારોને તા. 5ના વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રમેશભાઈ દત્તાણીની આગેવાની હેઠળ જામનગર લોહાણા મહાજનવાડીના કાર્યકરો જસ્મીનબેન દત્તાણી, રાજુભાઇ હિંડોચા, જેન્તીભાઈ સમાણી, રાજુભાઇ પત્તાણી, નવનિતભાઈ સોમૈયા, ભાવેશ દત્તાણી, પિયુષ મજીઠિયા, વિશાલ પોપટ, નિલેશભાઈ પાબારી સહિતના કાર્યકરો તથા દાતા પરિવાર તરફથી સચિનભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી તેમજ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ મંત્રી રમેશભાઈ દત્તાણી દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.