ચોથા દિવસે વરસાદનો મુકામ:દ્વારકા પાસે કાર તણાઈ, રાવલ-દ્વારકાને જોડતોમુખ્ય પુલ બંધ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદનો મુકામ
  • અવિરત વરસાદથી ગ્રામ્ય પંથકના અમુક આંતરીક માર્ગો બંધ, પાણી ઓસરતા અવરજવર પુર્વવત
  • કોરાડાના ગ્રામજનોની મદદથી કારમાં સવાર 5ને બચાવાયા
  • દેવભૂમિ દ્વારકાના ખેતરોમાં પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રએ અગાઉથી કરાયેલા આયોજન મુજબ રેસ્ક્યુ માટે ગોઠવેલી ટીમો દ્વારા ફસાયેલા વાહનોને બહાર કાઢી રાહત બચાવની કામગીરી કરવામાં આવી છે.

દ્વારકા તાલુકા વિકાસ અધિકારી શેરઠીયાએ જણાવ્યું હતું કે, કોરાડા ગામ પાસે એન્ડઓવર ગાડી રોડ પરથી પાણીમાં તણાઈ હતી અને તે ફસાઈ જતા તેઓ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૂળવાસરના તલાટી પ્રવીણભાઈ ઓડીયા તેમજ ડ્રાઇવર મેહુલસિંહ ઝાલાની મદદથી તેમજ કોરાડા ગામના લોકોની મદદથી ગાડીમાં બેસેલા પાંચ વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

ગાડી પણ બહાર કાઢવામાં આવી હતી.જિલ્લા કલેકટર એમ.એ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદની આગાહી પહેલા જ જિલ્લા કલેકટરએ જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે સંભવિત જોખમી સ્પોટની મુલાકાત કરી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...