તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર ઝૂંપડામાં ઘૂસી:બાલવામાં ઝૂંપડામાં કાર ઘૂસી ગઈ: પિતા-પુત્રને ઈજા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામજોધપુર તાલુકાના બાલવા ગામે અકસ્માતનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ ગત તા.28મી ના રોજ રાત્રીના બારેક વાગ્યા આસપાસ ગોલાઇમાં રેલ્વે ફાટક પાસેના માર્ગ પરથી જી.જે.03. એલ.એમ.5349 નંબરની ઇકો કાર પૂર ઝડપે રોડ પરથી નીચે ઉતરી બાજુમાં રહેલા ઝુંપડામાં ઘુસી ગઇ હતી.

જેમાં ઝુંપડામાં રહેતા અને નિદ્રાધીન ભીખાભાઇ બોઘાભાઇ પરમાર (ઉ.વ.26) અને તેના પુત્રને ઇજા પહોંચી હતી. આ બનાવમાં ભીખાભાઇના મોટરસાયકલને પણ નુકસાની પહોંચી હતી. અકસ્માત નિપજાવી ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે સારવાર લીધા બાદ ભીખાભાઇએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસ દફતરના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...