અકસ્માત:રણુજા પાસે કાર-બાઈકની ટક્કર જીવાપરના બાઈકચાલકનું મૃત્યુ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈકમાં પેટ્રોલ પુરાવા જતાં વૃદ્ધને કાળ આંબી ગયો, અરેરાટી

જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકના ચાલક જીવાપર ગામના વૃદ્ધનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નિપજયુ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કાલાવડ તાલુકાના જીવાપર ગામ માં રહેતા ચનાભાઈ ફળદુ નામના 68 વર્ષના વૃદ્ધ પોતાનું મોટરસાયકલ લઈને જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી ઓવરટેક કરીને પૂરપાટ વેગે આવી રહેલી જી.જે.-3 કે.પી. 0797 નંબરની કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈકચાલક ચનાભાઈ ફળદુને ફ્રેકચર સહિતની ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર વિઠ્ઠલભાઈ ચનાભાઈ ફળદુએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...