તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈકચાલકનું મોત:કાલાવડ પંથકમાં કાર-બાઈક વચ્ચે ટકકર

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલ પુરાવવા શિશાંગ તરફ જતાં યુવકે માર્ગમાં જ ગુમાવ્યો જીવ

કાલાવડ પંથકના શિશાંગ-નિકાવા રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નિકાવાના રહીશ બાઇકચાલક યુવકનુ મૃત્યુ નિપજયુ હતુ. મૃતક બાઇક લઇ પેટ્રોલ પુરાવવા માટે જઇ રહયો હતો ત્યારે માર્ગમાં આ અકસ્માત નડયો હોવાનુ બહાર આવ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા અને મજુરીકા મકરતા કરણભાઇ ઉર્ફે કટ્ટીભાઇ ભગાભાઇ ખાટરીયા નામનો યુવાન ગત તા.1ના રોજ મોડી સાંજે પોતાનુ બાઇક લઇ નિકાવા ગામેથી પેટ્રોલ પુરાવવા માટે શિશાંગ ગામ તરફ જઇ રહયો હતો ત્યારે મામા સરકારના મંદિર પાસે રોડ પર પસાર થતા બાઇકને પુરપાટ વેગે દોડતી કારે ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇકચાલક કરણભાઇ ઉર્ફે કટટીભાઇ ખાટરીયા (ઉ.વ. 20)ને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની જાણ થતા કાલાવડ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડયો હતો.આ બનાવ મામલે મૃતકના ભાઇ કમલેશભાઇ ભગાભાઇ ખાટરીયાની ફરીયાદ પરથી પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો