તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધ્રોલમાં કાર-બાઈક વચ્ચે ટક્કર, યુવકનું મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારસવાર શાપર-વેળાવળના યુવકે જીવ ગુમાવ્યો: બાઇક-કાર ચાલકને ઇજા

ધ્રોલની ભાગોળે રાજકોટ હાઇવે પર સ્વામીનારાયણ સોસાયટી નજીક રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર સવાર યુવાનનુ શરીરે ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નિપજયુ હતુ. જયારે કાર અને બાઇકચાલકને ઇજા પહોચતા હોસ્પીટલમાં લઇ જવાયા હતા.અકસ્માતનો ભોગ બનનાર યુવાન શાપર વેરાવળનો રહીશ હોવાનુ બહાર આવ્યુ છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ધ્રોલની ભાગોળે રાજકોટ હાઇવે પર સ્વામીનારાયણ સોસાયટી પાસેના રોડ પર પસાર થતા બાઇકને પુરપાટ વેગે ધસી આવેલી કારે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઘડાકાભેર બંને વાહનો ફંગોળાયા હતા.

અકસ્માતમાં કાર સવાર સંજયભાઇ દિલીપભાઇ (ઉ.વ.30) નામના યુવાનને શરીર સહિત માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે કારચાલક ઉપરાંત બાઇકચાલક વલ્લભભાઇ છત્રોરાને નાની મોટી ઇજા પહોચતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયા હતા.અકસ્માતના આ બનાવની બાઇકચાલકના ભાઇ ઘીરજભાઇ ગોરધનભાઇ છત્રોરાની ફરીયાદ પરથી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.અકસ્માતનો ભોગ બનેલો યુવાન રાજકોટના શાપર-વેરાવળ ખાતે રહેતો હોવાનુ બહાર આવ્યુ છે.જયારે કારમાં રાજકોટથી જામનગર તરફ આવી રહયા હતા ત્યારે ધ્રોલની ભાગોળે જીવલેણ અકસ્માત નડયો હોવાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...