ઉમેદવારીની મુદત પૂર્ણ:જામનગર પાંચ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાના બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે આજે ભાજપના તમામ ઉમેદવારો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમ જ બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે જામનગર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય શતરંજના ચોકઠા ગોઠવાઈ રહ્યા છે જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પર કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવન કુંભારવડિયા મેદાને ઉતર્યા છે જેના પગલે સ્થાનિક કોંગ્રેસમાં બળવાનું બ્યૂગલ ફૂંકાયું હતું અને મુસ્લિમ સમાજના આગેવાન કાસમ ખફીએ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

આજરોજ જામનગર શહેરની 78 ઉત્તર વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા અને 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશ અકબરી જેવો દ્વારા આજે બંને બેઠકો માટે બપોરે 12.39 વાગ્યે શુભ મુહૂર્તે ઉમેદવારી નોંધાવી હતી.તેમજ કાલાવડ કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ મુસડીયાએ ઉમેદવારી નોંધાવી હતી. 77 ગ્રામ્યમાં કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભારવાડીયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 77 ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસથી નારાજ થયેલા કાસમ ખફીએ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવાર નોંધાવી હતી.

બીજી તરફ 77 ગ્રામ્યના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉમેદવારી પત્ર વખતે ખેલદિલી પણ જોવા મળી હતી.જ્યારે 77 ગ્રામ્ય બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતી વેળાએ ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ કોંગ્રેસથી નારાજ થઈ બહુજન સમાજ પાર્ટીમાં ઉમેદવારી કરતા કાસમ ખફી સાથે થઈ જતા રાઘવજીભાઈએ કાસમ ભાઈને શુભેચ્છા પાઠવી પોતાની ખેલદિલી દર્શાવતા ભારે પ્રશંસા થઈ રહી હતી.

બીજી તરફ રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીની ઉપસ્થિતિને સ્થાનિક રાજકારણમાં અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાના ચૂંટણી પ્રચાર માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ આજથી જામનગરના ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે આજે તેમણે ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલા ભાજપના સંમેલનમાં હાજરી આપી હતી ત્યારબાદ ઉમેદવારી નોંધાવતી સમયે પણ હાજર રહ્યા હતા.તેમજ 79 દક્ષિણ બેઠક પર આમ આદમી પાર્ટીના વિશાલ ત્યાગી એ પણ ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...