આયોજન:જામનગરમાં કેન્સર જાગૃતિ-હિમોગ્લોબીન નિદાન કેમ્પ, 15 થી 75 વર્ષની ઉંમરની 500 બહેનો જોડાયા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી શકિતપીઠમાંયોજાયેલ કેમ્પમાં જરૂરીયાત મુજબ 1 માસથી 6 માસ સુધીની નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી

જામનગર શહેરમાં શરૂસેકશન રોડ પર માસ્તર સોસાયટી પાસે આવેલ ગાયત્રી શકિતપીઠમાં તા. 2ના સવારથી બપોર દરમિયાન કેન્સર જાગૃતિ તથા હિમાેગ્લોબીન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 બહેનોએ લાભ લીધો હતો અને જે બહેનોના રકતમાં હિમોગ્લોબીન ઓછું હતું તેમણે જરૂરીયાત મુજબની 1 માસથી 6 માસ સુધીની નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી.

શહેરમાં ગાયત્રી શકિતપીઠમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટના સહયોગથી 15 થી 75 વર્ષની ઉંમરની બહેનો માટે નિ:શુલ્ક હિમોગ્લોબીન નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું.

જેમાં સચિત્ર ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સર તપાસની પ્રક્રિયા તથા ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા એચ.પી.વી. ની વેકસીન બાબતે બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતાં અને કેમ્પમાં નાના-મોટા 500 બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જેન્સી ગોસ્વામી, દેવાંશી વાછાણી, પ્રિન્સી અકબરીએ સેવા આપી હતી, ડો. શિલ્પાબેન ચુડાસમા પણ જોડાયા હતાં.

કેમ્પમાં જાેડાયેલ બહેનોને સ્વિષ્ટકૃતપ્રસાદ આપવામાં આવ્યેા હતાે અને રજીસ્ટ્રેનની જવાબદારી દર્શનાબેન પંડયા, સુધાબેન જોષીએ તથા પ્રસાદ વિતરણની જવાબદારી ઇલાબા સોઢા, નિશાબેન પટેલ, ભોજનની વ્યવસ્થા સુનીતાબેન આહિર, રમાબેન ભરડવા, જયોત્સનાબેન સોલંકી તથા શેષ વ્યવસ્થા પ્રિતિબેન સોલંકી, શિલાબેન રાબડીયા, શૈલબેન મિસ્ત્રી, દિનાબેન દવેએ સંભાળી હતી. ગાયત્રી શકિતપીઠમાં યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. આમ ગાયત્રી શકિતપીઠ દ્વારા વિવિધ કેમ્પો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...