સેશન્સ કોર્ટનો ચૂકાદો:શહેરના વકીલ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધારની જામીન અરજી રદ્દ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયા પાસેથી 3 કરોડની સોપારી લઇ ઢીમ ઢાળી દેવાયું હતું
  • ખાસ સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઇ સેશન્સ કોર્ટનો ચૂકાદો

જામનગરના વકીલ હત્યા કેસમાં સેશન્સ અદાલતે મુખ્ય સૂત્રધાર દિલીપ પૂજાર(ઠકકર)ની જામીન અરજી રદ કરી છે. ભૂમાફિયા પાસેથી રૂ.3 કરોડની સોપારી લઇ વકીલનું ઢીમ ઢાળી દેવાયું હતું. આ ચકચારી કેસમાં હજુ આરોપી ભૂમાફિયા જયેશ પટેલ હજુ ફરાર છે.

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ગત તા.28/4/2018 ના જાણીતા એડવોકેટ કિરીટભાઈ એચ. જોષીની બાઈક પર ધસી આવેલા બે શખ્સ પૈકીના પાછળ બેસેલા શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. બનાવ અંગે મૃતકના નાનાભાઈ એડવોકેટ અશોકભાઈ જોષીએ પોતાના ભાઈની હત્યા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે કરવામાં આવ્યાની ફરિયાદ નોંધવી હતી. આથી પોલીસે જયેશ પટેલ તેમજ તેના સાગરીતો સામે હત્યા, આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

પોલીસે તપાસ દરમ્યાન રાજસ્થાન રાજ્યમાંથી વકીલનું છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળનાર દિલીપ નટવર પૂજારા અને તેના ભાઈ હાર્દિક ઠક્કર, જયંત ગઢવી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આથી આરોપી દિલીપે જામનગરની સેશન્સ અદાલતમાં અરજી કરી હતી. જે ચાલી જતાં ખાસ સરકારી વકિલ અનિલ આર. દેસાઈએ કરેલી રજૂઆતો ધ્યાને લઇ એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે. આર. રબારીએ આરોપીની જામીન અરજી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...