લાલપુર નજીક કાનાલુસ સીમમાં ખાનગી કંપનીના યાર્ડ પર ડમ્પરનુ કોઇ કારણોસર સ્ટેયરીંગ લોક થતા લોખંડના થાંભલા સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા ચાલકનુ મૃત્યુ નિપજયુ હતુ. ખંભાળિયાના હાપા લાખાસર ગામના વતની હાલ લાલપુરના જોગવડમાં રહેતા વિનુભાઈ મારખીભાઈ છૈયા નામના ડમ્પર ચાલક લાલપુરના કાનાલુસ પાસે આવેલી ખાનગી કંપનીના એસઈઝેડ સ્ક્રેપ યાર્ડ પાસેથી ડમ્પર ચલાવીને જતા હતા ત્યારે કોઈ કારણથી અચાનક જ ડમ્પરનું સ્ટીયરીંગ લોક્ડ થઈ જતાં ડમ્પર રોડની સાઈડમાં આવેલી દીવાલ નજીક લોખંડના થાંભલા સાથે ધડાકાભેર ટકરાયુ હતુ.
જે અકસ્માતમાં વિનુભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે મોટીખાવડી સ્થિત મેડીકલ સેન્ટર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જયાં તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. મૃતકના નાનાભાઈ મુકેશભાઈ છૈયાએ જાણ કરતા મેઘપર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ચેલા ગામના જયરાજસિંહ મુકેશસિંહ ચૌહાણ (ઉ.વ. 23) નામના યુવાન મંગળવારે રાત્રે રિક્ષાછકડાને ચલાવીને લાલપુર તરફથી આવતા હતા ત્યારે ચેલાના પ્રથમ ગેઈટ પાસે અંધારામાં અચાનક જ એક કુતરૂ આડુ આવતા તેને બચાવવા માટે જયરાજસિંહે બ્રેક મારી હતી. ત્યારે જ બીજું શ્વાન પણ આડુ આવી જતા છકડોરિક્ષા રોડ ડિવાઈડર સાથે ટકરાઈને પલટી જતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ઇજાગ્રસ્ત જય રાજસિંહને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. બનાવ અંગ દિવ્યરાજસિંહ દિલીપસિંહ દેદાએ જાણ કરતા પંચ બી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.