• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • By Removing The Pressure In The Syndicate Society Of Gulabnagar, Two And A Half Thousand Feet Of Space Was Opened, The Locals Protested.

ડીમોલિશન:ગુલાબનગરની સિન્ડિકેટ સોસાયટીમાં થયેલા દબાણો દૂર કરી અઢી હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી, સ્થાનિકોનો વિરોધ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ગુલાબનગર નજીક સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં 32 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરાયું હતું. જ્યાં આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને નવા રોડ બનાવવા માટે અંદાજે અઢી હજાર ફૂટ જેટલી જગ્યા ખુલી કરવામાં આવી હતી. જામનગર શહેરના ગુલાબનગર નજીક આવેલી સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યા આવેલી છે. જેમાં ઘણા સમયથી કેટલાક શખ્સો દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું હતું.

આજરોજ આ જગ્યા પર 9 મીટર તેમજ 22 મીટરના અલગ અલગ બે નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. જે રસ્તા પરની જગ્યામાં જુદા જુદા 32 જેટલા આસામીઓ એ દબાણ કરીને કાચા પાકા મકાનો ઓરડી અને ગાર્ડન બનાવી દીધા હતા. જે તમામને જગ્યા ખુલ્લી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ જગ્યા ખુલી કરવામાં આવી ન હતી દરમિયાન આજે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાણી તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વણરવાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના અધિકારી નિતીન દીક્ષિત તેમજ દબાણ હટાવવા અધિકારી સુનિલ ભાનુશાળી તથા યુવરાજસિંહ સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ દબાણ હટાવવા શાખા દ્વારા કર્મચારીઓની ટુકડી એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સાથે સિન્ડિકેટ સોસાયટીમાં પહોંચી હતી.તેમજ મહાનગરપાલિકાની અઢી હજાર ફૂટ જેટલી જગ્યા ખુલી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં અને પોલીસ બંદોબસ્તમાં એક પીએસઆઇ બે પોલીસ કોન્સ્ટેબલ તથા મહિલા પોલીસ કર્મચારી સહિતના પોલીસ અધિકારીઓ બંધોબસ્તમાં જોડાયા હતા

મનપા દ્વારા દબાણો દૂર કરાતા કેટલાક સ્થાનિક લોકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે, મનપા દ્વારા કોઈપણ દબાણને વશ થયા વગર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...