કાર્યવાહી:ગરાસ સીમની વાડીમાં ધમધમતુ જુગારધામ પકડાયુ, 4 ઝબ્બે

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખા ત્રાટકી
  • 70 હજારની રોકડ, બાઇક સહિત 1.38 લાખની મતા કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ગરાસ સીમની એક વાડીમાં સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાર શખસોને પકડી પાડી રૂ.70 હજારથી વધુની રોકડ રકમ,મોબાઇલ અને બાઇક વગેરે સહિત રૂ.1.38 લાખની માલમતા કબજે કરી હતી. પોલીસે પકડાયેલા તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગ્રામ્ય પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને ગરાસ સીમની એક વાડીમાં ભાગીયા તરીકે વાવેતર કરતો શખસ બહારથી માણસો બોલાવીને નાલ ઉધરાવી જુગાર ચલાવતો હોવાની બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસ ટીમે એક વાડીમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ચારેક શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે રાજેશ ગોવિંદભાઇ રાઠોડ, અશોક રામદેભાઇ સોલંકી, વિજય જીવણભાઇ નકુમ અને નરેન્દ્ર રણમલભાઇ ગોરફાડને પકડી પાડી રૂ. 70 હજારથી વધુની રોકડ રકમ, ચાર મોબાઇલ ફોન અને બે બાઇક સહિત રૂ. 1.38 લાખની માલમતા કબજે કરી હતી.

પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે પકડાયેલા તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...