તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નાઘેડી પાસે કારે બ્રેક મારતા ટકરાયેલા બુલેટચાલકનું મોત

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જામનગર-ખંભાળિયા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં 1ને ઈજા

જામનગરની ભાગોળે ખંભાળીયા ઘોરીમાર્ગ પર નાઘેડી પાટીયા પાસે બુલેટને ઓવરટેઇક કરી કારના ચાલકે આગળ કોઇ સિગ્નલ આપ્યા વગર બ્રેક મારી દેતા કાર પાછળ ડબલસવારીમાં આવતુ બુલેટ અથડાયુ હતુ.જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બુલેટ ચાલક યુવકનુ મોત નિપજયુ હતુ.જયારે અન્ય એકને ઇજા પહોચી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે રહેતા અને ખેતીકામ કરતા રણજીતસિંહ ચનુભા જાડેજા અને તેના મામા નટુભા દોલુભા ચુડાસમા ગત તા. 30ના રોજ બપોરે બુલેટ મોટરસાઇકલ પર જામનગરથી ખાવડી તરફ જઇ રહયા હતા જે વેળાએ ખંભાળીયા ઘોરીમાર્ગ પર નાઘેડી પાટીયા પાસે પુલ પર પસાર થતા ડબલસવારી બુલેટને એક કારે પુરઝડપે ઓવરટેઇક કરી આગળ નિકળી ગઇ હતી.

જે બાદમાં અચાનક કોઇપણ સિગ્નલ આપ્યા વગર કારને બ્રેક મારી ઉભી રાખી દિઘી હતી.જેથી પાછળ આવતુ ડબલસવારી બુલેટ અથડાઇ પડયુ હતુ જે અકસ્માતમાં બાઇકસવાર રણજીતસિંહને માથાના પાછળના ભાગે છોલછાલ સહિત મુંઢ ઇજા પહોચી હતી. જયારે બુલેટચાલક નટુભા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બેભાન થઇ જતા તુરંત તેમને જામનગરની જી.જી.હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ જવાયા હતા.જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થયુ હતુ. આ બનાવની રણજીતસિંહ જાડેજાની ફરીયાદ પરથી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો