માંગણી:‘જામનગરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, એનિમલ હોસ્ટેલ, સ્મશાન બનાવો’

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેન્ડીંગ પ્રોજેકટોને આગામી બજેટમાં સમાવવા વિપક્ષી નેતાની માંગણી

જામનગર મહાનગરપાલિકા દ્વારા 20 દિવસ બાદ વર્ષ 2023-24નું બજેટ રજુ કરાશે તેમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, એનિમલ હોસ્ટેલ, બીજા ટાઉનહોલના પેન્ડિંગ કાર્યને અગ્રતા આપવા વિપક્ષી નેતાએ માંગ કરી છે. વિપક્ષી નેતા ધવલભાઈ નંદાએ મેયરને મોકલેલા સુચનોમાં જણાવ્યું છે કે, જામનગર શહેરની અંદાજીત વસ્તી હાલ 8 લાખ જેટલી થઈ છે.

જેમાંથી પરપ્રાંતિયો પણ એકાદ લાખ જેટલા છે. શહેરમાં સંસ્થા સંચાલિત 3 સ્મશાનો છે. પરંતુ કોર્પોરેશન દ્વારા એક પણ સ્મશાન બનાવવામાં આવ્યું નથી. અગાઉના બજેટમાં લાલપુર બાયપાસ પાસે સ્મશાન મંજુર પણ કરાયું હતું. પરંતુ સ્મશાન બન્યું નથી. કોરોના મહામારી વખતે શહેરના સ્મશાનોમાં અંદાજીત 8થી 10 કલાક જેટલું અંતિમ સંસ્કારમાં વેઈટીંગ સર્જાયું હતું. શહેરમાં મ્યુ. કોર્પોરેશન સંચાલિત એક સ્પોર્ટસ કોમ્પ્લેક્સ છે.

અન્ય સમાચારો પણ છે...