તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસપાની જીત:જામનગરના વોર્ડ નંબર 6માં ભાજપ-કૉંગ્રેસને આંચકો આપી બસપાએ 3 બેઠકો કબજે કરી, 1 બેઠક ભાજપના ફાળે

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગરના વોર્ડ નંબર 6માં 3 બેઠક જીતી બસપાએ જીતનું ખાતું ખોલાવી નાખ્યું છે. વોર્ડ નંબર 6માં ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આંચકાજનક પરિણામ આવ્યા. 4માંથી 3 બેઠકો પર બસપાની જીત થઈ છે તો એક બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.

વોર્ડ નંબર 6માં બસપાના ઉમેદવાર ફુરકાન શેખ, જ્યોતિબેન ભારવાડિયા અને રાહુલ રાયધનની જીત થઈ છે. તો ભાજપના મહિલા ઉમેદવાર જશુબા ઝાલાનો વિજય થયો છે. ભાજપના રમાબેન ચાવડા, ભાયાભાઈ ડેર અને દીપકસિંહ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો છે.

વોર્ડ નંબર 6માં ભાજપે નવા માપદંડોના આધારે રમાબેન ચાવડા સિવાય ત્રણ નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. ચાર ઉમેદવારમાંથી ફક્ત જયુબા ઝાલા જ જીત મેળવવામા સફળ રહ્યા છે.તો બીજી તરફ ભાજપે ટિકિટ ના આપતા નારાજ થઈ રાજીનામુ આપી બસપામાંથી ચૂંટણી લડનારા જ્યોતિબેન ભારવાડિયાની જીત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો