જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે એક કોન્ટ્રાક્ટર આધેડ પર મંગળવારે સાંજે છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો, અને ખૂનની કોશિષ કરાતાં ભારે દોડધામ થઈ છે. પોલીસે એક આરોપીની સામે હત્યા પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો છે. ઇજાગ્રત કોન્ટ્રાક્ટર અને આરોપી વચ્ચે જુનું મન દુ:ખ ચાલતું હતું. ઈજાગ્રસ્ત ના પુત્રની હત્યા નીપજી હતી, જેના મન દુ:ખ ના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગ્રીન સીટી શેરી નંબર-5 માં રહેતા અને રેતી પથ્થર વગેરે સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતા મહોબ્બતસંગ અભેસંગ જાડેજા (ઉં.વ.59) ઉપર મંગળવારે સાંજે ઠેબા ચોકડી પાસે રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રદિપસિંહ રામસંગ સોઢા નામના શખસે માથાના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દઈ કી બન્ને હાથમાં પણ છરી વડે ગંભીર ઇજા પહોંચાડી ખૂનની કોશિશ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જયારે ઇજાગ્રસ્ત કોન્ટ્રાક્ટર મોહબ્બતસંગ જાડેજાને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ બનાવને લઇને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો.આ બનાવની જાણ થતાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. ઇજાગ્રસ્ત મહોબતસંગ જાડેજાની ફરિયાદના આધારે આરોપી પ્રદીપ સિંહ સોઢા સામે ગુન્હો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર આજથી એક વર્ષ પહેલા ગત તા.23-5-2021ના દિવસે ફરિયાદીના પુત્ર યુવરાજસિંહ જાડેજાની હત્યા નીપજાવાઈ હતી, જે હત્યાના બનાવ સમયે હાલના. આરોપી પ્રદિપસિંહની બનાવના સ્થળે હાજર રહી હતી અને તેમાં સાહેદ પણ બનેલો હતો. જે હત્યાના બનાવને લઇને ઇજાગ્રસ્ત મહોબતસંગ જાડેજા તથા આરોપી પ્રદિપસિંહ વચ્ચે મન દુ:ખ ચાલતું હતું. જે મનદુ:ખના કારણે હત્યા કરી નાખવાના ભાગરૂપે આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે જે મામલે સીટી-એ ડિવિઝનના પીએસઆઇ એન.વી. હરીયાણી વધુ તપાસ ચલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.