તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:માથાકુટનો ખાર રાખી ભાઈ પર ભાઈનો હુમલો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભાઈ-ભાભી અને ભત્રીજાએ ગાળો ભાંડી

જામજોધપુર તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા યુવાન પર જમીન મામલે મનદુ:ખના કારણે રાંપ વડે હુમલો કરી માર મારી ઇજા કર્યાની ફરીયાદ સગા ભાઇ,ભાભી અને ભત્રીજા સામે નોંધાઇ છે. જામજોધપુર તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા એભાભાઇ દેવાભાઇ બડીયાવદરા નામના યુવાને પોતાને ગાળો ભાંડી ઢીંકાપાટુનો માર મારી રાંપ વડે હુમલો કરવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં સગા ભાઇ કારા દેવાભાઇ બડીયાવદરા, ભાભી જોશનાબેન અને ભત્રીજા આશીષ કારાભાઇ સામે નોંધાવી છે. ઘવાયેલા યુવાનને સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયો હતો.

ભોગગ્રસ્ત અને આરોપી બંને સગા ભાઇ થાય છે જે બંનેને અગાઉ જમીન મામલે માથાકુટ થયાનો ખાર રાખી ત્રણેયએ આ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સટેબલ ભરતસિંહ કયોરએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો