હુમલો:વાવડીમાં જમીન, વાહનના પ્રશ્ને ભાઈ પર ભાઈ-ભાભી દ્વારા હુમલો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાજુ બાજુમાં જમીન હોય લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી

જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા કુટુંબી ભાઈ ઉપર ભાઈ-ભાભી સહિતના ત્રણ શખસોએ જમીનના પ્રશ્ને તેમજ વાહન ચલાવવાના પ્રશ્ને તકરાર કરી હુમલો કર્યાની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં નોંધાવી છે.વાવડીમાં રહેતા પ્રકાશભાઈ રામભાઈ બાલસરા નામના યુવાન પર તેના કુટુંબી દિનેશ રામભાઈ બાલાસરા, સંજય રામભાઈ બાલાસરા, અને સંજયની પત્ની નીતુબેન સંજયભાઈ બાલાસરા એ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

ફરિયાદી પ્રકાશભાઈ બાલાસરા કે જેના પિતા રામભાઈ બાલાસરા તરફથી ભાગમાં મળેલી જમીનમાં પોતે ખેતીવાડીનું કામ સંભાળે છે. જ્યારે રામભાઈના બીજા પત્ની ના પુત્ર દિનેશભાઈ અને સંજયભાઈ અને તેના પત્ની નીતુબેન કે જેઓ બાજુમાં વાડી ધરાવે છે. જે બંને વચ્ચે જમીન તેમજ વાહન ચલાવવા બાબતે બોલાચાલી થયા પછી ત્રણેય આરોપીઓએ છરી સાથે ધસી આવી આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...