ભૂમાફિયાને ભારત લાવવાનો પ્રયાસ તેજ:બ્રિટનની જેલમાં બંધ જયેશ પટેલના પ્રત્યાર્પણ કેસની સુનાવણી અંતિમ તબક્કામાં, ઓગસ્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ 2021માં દક્ષિણ લંડનમાં જયેશ પટેલની ધરપકડ થયા બાદ તે બેલમાર્થ જેલમાં જ છે

જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસ અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરાર જયેશ પટેલની લંડનમાં ધરપકડ થયા બાદ ત્યાંની જેલમાં બંધ છે. ભારત સરકાર દ્વારા પ્રત્યાર્પણ માટે પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે આ કેસની સુનાવણી પૂર્ણ થવા પર છે. વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં અંતિમ સુનાવણી હાથ ધરાશે.

ભૂમાફિયા લંડનમાં ખોટું નામ ધારણ કરી રહેતો હતો
ભૂમાફિયા જયેશ પટેલ 16 માર્ચે લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જયેશ પટેલ લંડનમાં મનોજ પટેલના નામથી રહેતો હતો. જેને બ્રિટિશ ડિટેક્ટિવઓએ પકડી પાડ્યો હતો. ગુજરાત પોલીસે ઈન્ટરપોલ દ્વારા તેના માટે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી દરમિયાનમાં લંડનના વિસ્તારમાંથી જયેશ પટેલ ઝડપાયો હતો અને બાદમાં તેને વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જામનગરના ભુમાફીયાની લંડનમાં ધરપકડ બાદ તેને ભારત લાવવા ભારત સરકાર તરફથી થયેલી પ્રત્યાર્પણ અરજીની સુનાવણી તા.30 મે થી 20 જુન દરમ્યાન ચાલી જતાં અદાલતે અગામી ઓગસ્ટ માસના બીજા સપ્તાહમાં કેસનું ફાઈનલ હીયરીંગ રાખ્યું છે. તેથી આગામી ઓગસ્ટ માસમાં ભુમાફીયાને ભારત લાવવા અંગે કોર્ટનો નિર્ણય આવે તેવી સંભાવના છે.

​​​​​​​

પ્રત્યાર્પણ માટે ભારત સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરવાામાં આવ્યો
​​​​​​​
જામનગર પોલીસ માટે વોન્ટેડ ભુમાફીયા જયેશ પટેલ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઈન્ટરપોલને જાણ કરવામાં આવી હતી. તેથી તેના માટે રેડ કોર્નર નોટીસ પણ કાઢવામાં આવી હતી. આ દરમ્યાનમાં લંડનના મેટ્રોપોલીટન એક્સ્ટ્રાડીશન યુનિટના ડીટેક્ટિવોએ વર્ષ 2021માં 16 મી માર્ચે સાઉથ લંડનના સેફ્રોન પરગણામાંથી જયેશ પટેલને પકડી પાડ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજુ કરાતા કોર્ટ દ્વારા તેને બેલમાર્થ જેલ હવાલે કરાયો હતો. ત્યારથી જ તે જેલમાં છે. આ બાબતની જાણ ભારત સરકારને થતાં તેના પ્રત્યાર્પણની માંગણી સાથે વેસ્ટમીનીસ્ટર સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સળંગ સુનાવણી ગત તા.30 મે થી 20 જુન દરમ્યાન યોજાઈ હતી. જે પુરી થઈ છે. હવે અગામી ઓટસ્ટ માસના બીજા અઠવાડીયામાં કોર્ટે ફાઈનલ હીયરીંગ રાખ્યું છે. જે બાદ અદાલતના આવનારા ફેસલા પરથી ભુમાફીયાને ભારત લાવવાની સરકારની કાનુની જહેમત ફળશે કે, ભુમાફીયાને બીટીશ કાયદા મુજબ અપીલનો મોકો મળશે. તે કાનુની પાસું સ્પષ્ટ થશે. ભારત સરકાર તરફથી રોકાયેલા બ્રિટીશ સરકારી વકીલ ડોબ્બીને સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવા સાથે ભારત સરકારનો પક્ષ મુક્યો હતો.

વકીલ કિરીટ જોશીની હત્યા કરાવવાનો છે આરોપ
​​​​​​​
જામનગરનો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉર્ફે જયસુખ રાણપરીયા જેની સામે જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોષીની હત્યા સહિત જમીનો હડપવા સહિતના આક્ષેપો છે. ત્યારે આ આરોપોના પગલે ગુજરાત પોલીસના વડા દ્વારા ઇન્ટરપોલનો સંપર્ક કરી તેમની ધરપકડ બાદ તેમને ગુજરાત લાવવા માટેની કાયદાકીય જંગ સોમવારથી લંડનની અદાલતમાં શરૂ થઈ છે.ભારત સરકાર દ્વારા તેમને લંડનથી ગુજરાત લાવવા માટે પણ લંડનની અદાલતમાં જોરદાર દલીલો ચાલી રહી છે. આ મામલાની ઓગસ્ટ મહિનામાં અંતિમ સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...