એજ્યુકેશન:યુનિવર્સિટીઓમાં NCC જનરલ ઇલેકટીવ ક્રેડિટ કોર્સ તરીકે શરૂ થતા કેડેટસ માટે કારકિર્દીની ઉજ્જવળ તકો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 ગુજરાત બટાલિયન તથા 8 ગુજરાત નેવલ યુનિટની કામગીરીનો અહેવાલ મેળવ્યો
  • જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરમાં કેડેટસ દ્વારા અેનસીસીનાં એડિશનલ ડાયરેકટર જનરલને ગાર્ડ ઓફ ઓનર અપાયું

એનસીસી ગુજરાતનાં વડા એડિશનલ ડાયરેકટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર વહિવટી નિરીક્ષણાર્થે જામનગર ગ્રુપ હેડકવાર્ટરની મુલાકાતે આવ્યા હતાં. તેઓને કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત તેમણે 27 ગુજરાત બટાલિયન તથા 8 ગુજરાત નેવલ યુનિટની કામગીરીનો વિસ્તૃત અહેવાલ મેળવ્યો હતાે. જામનગર શહેરની સત્ય સાંઇ વિદ્યાલયમાં મેજર જનરલ અરવિંદ કપૂરે કેડેટસને સંબોધનમાં જણાવ્યું હતું કે, એનસીસી યોગદાન કાર્યક્રમ અંતર્ગતની વિવિધ પ્રવૃતિઓ કેડેટસને સમાજ સેવા, સાહસ, વ્યકિતત્વ વિકાસ જેવા ગુણોને ખોલવામાં મદદરૂપ બની રાષ્ટ્ર નિર્માણનો પાયો મજબૂત બનાવે છે.

કોરોના કાળમાં જામનગર ગ્રુપ હેડકવાર્ટસનાં માર્ગદર્શન હેઠળ એનસીસી કેડે્ટસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી. એક મૈં સો કે લીયે કાર્યક્રમ અંતર્ગત વેટરન્સને થેકસ ગીવીંગ, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોના ખબર-અંતર પૂછવા, બ્લડ ડોનેશન ડ્રાઇવ ઉપરાંત, કારગિલ વિજય દિવસ નિમિતે કાર્ડ મેકિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં કાર્ડસ એનસીસી કેડેટસ દ્વારા બનાવીને સરહદ પર જવાનોને મોકલી આભાર પાઠવવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં જનરલ ઇલેકટીવ કેડિટ કોર્સ તરીકે યુનિવર્સિટીઓમાં એનસીસી કોર્સ શરૂ થતા એનસીસી કેડેટસ માટે કારર્કીર્દીની તકો વધુ ઉજજવળ બનશે.

​​​​​​​શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રુપ કમાંડર કર્નલ કે.એસ. માથુર, એડમીન ઓફિસર કર્નલ ડી.આર. ખંભાતા, ટ્રેઇનીંગ ઓફિસર કર્નલ એ.એસ. રાના, 27 ગુજરાત એનસીસી બટાલિયનનાં કમાંડીગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી, એડમીન ઓફિસર મનીષ મલ્હોત્રા તેમજ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટનન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદી સહિત પીઆઇ સ્ટાફ તથા શાળા કોલેજનાં એએનઓની ઉપસ્થિતી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...