તરખાટ:લતીપરમાં ઘરનો દરવાજો તોડી રોકડ, દાગીના સહિત અડધા લાખની ચોરી

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કબાટ-પટારાને વેર-વિખેર કરી તસ્કરી આચરાઈ - Divya Bhaskar
કબાટ-પટારાને વેર-વિખેર કરી તસ્કરી આચરાઈ
  • એકલા રહેતા નિંદ્રાધીન વૃદ્ધાના રહેણાંકમાં મોડીરાત્રે તસ્કર ત્રાટક્યા
  • સોના-ચાંદીના ઘરેણા સહિતની માતબર મતા ઉસેડી જનારને પકડી પાડવા કવાયત

ધ્રોલ તાલુકાના લતિપર ગામની ભાગોળે કૃષ્ણપુર વિસ્તારમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવી મોડી રાત્રે ઘરનો દરવાજો તોડી ત્રાટકેલા તસ્કર અંદરથી રૂ.34 હજારની રોકડ,સોના-ચાંદીના દાગીના વગેરે મળી રૂ.48 હજારથી વધુની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે માતબર માલમતા દલ્લો ઉઠાવી જનારા તસ્કરને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

પોલસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર લતીપરની ભાગોળે ટંકારા રોડ પર કૃષ્ણપુર વિસ્તારમાં રહેતા હેમીબેન છગનભાઇ માલાણી નામના વૃધ્ધાના ઘરમાં મોડી રાત્રે બે વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા શખ્સો ઘરનો દરવાજો તોડી અંદર ધુસ્યા હતા.

જે બાદ રૂમમાં રાખેલા કબાટમાંથી રૂ.34 હજારની રોકડ ઉપરાંત પટારામાંથી ચાંદીનુ નાળીયેર,સાંકળા, સિકકા,સોનાની બે બુટ્ટી, દાણો સહિત રૂ.48,700ની માલમતા ચોરી કરી લઇ ગયા હતા.આ બનાવની ભોગગ્રસ્ત વૃધ્ધાની ફરીયાદ પરથી ધ્રોલ પોલીસે અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે.ભોગગ્રસ્ત વૃધ્ધા ત્યાં એકલા રહેતા હોવાનુ તેમજ તેના પુત્ર અન્યત્ર રહેતા હોવાનુ જાણવા મળ્યુ છે.ડોગ સ્કવોડની મદદ મેળવી પોલીસે તસ્કરોને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...