રોષ:જામનગરની ખાનગી શાળામાં પ્રવેશ પરીક્ષા મુદે એબીવીપી અને આચાર્યા વચ્ચે બોલાચાલી

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિપત્ર માંગતા વાતાવરણ તંગ બન્યું, પોલીસ દોડી જતાં મામલો માંડ થાળે પડ્યો
  • ધો.9 અને 11 માં પ્રવેશ પરીક્ષા નિયમ વિરૂધ્ધ હોવાનો આક્ષેપ : શાળા સંચાલકોમાં દોડધામ મચી

જામનગરની ખાનગી શાળામાં પ્રવેશ પરીક્ષા મુદે એબીવીપી અને આચાર્ય વચ્ચે બોલાચાલી થઇ હતી. એબીવીપીના કાર્યકતાઓએ પરિપત્ર માંગતા વાતાવરણ તંગ બનતા પોલીસ દોડી ગઇ હતી. ધો.9 અને 11 માં પ્રવેશ પરીક્ષા નિયમ વિરૂધ્ધ હોવાનો આક્ષેપ એબીવીપીએ કર્યો હતો.

શહેરના અખિલ ભારતીય વિધાર્થી પરિષદના હોદેદારો અને કાર્યકતાઓ શનિવારે કૃષ્ણનગર રોડ પર આવેલી ગ્રાન્ટેડ સોની કન્યા વિધાલયમાં ધો.9 અને 11 માં પ્રવેશ આપતી સમયે પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોય તે મુદે રજૂઆત કરવા ગયા હતાં. જયાં પ્રવેશ પરીક્ષા સરકારના નિયમ વિરૂધ્ધ હોવાની શાળાના મહિલા આચાર્યને રજૂઆત કરી હતી.

આટલું જ નહીં પ્રવેશ પરીક્ષા અંગે સરકારનો પરિપત્ર માંગ્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીને ટેલીફોનીક જાણ કરી હતી. એબીવીપીના હોદેદારોએ પરિપત્ર માંગતા આચાર્યા સાથે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. જો કે, બાદમાં વિધાર્થી નેતાઓ શાળામાંથી ચાલ્યા ગયા હતાં. જો કે, આ મામલે ઉકેલ નહીં આવે તો એબીવીપીએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...