ફાયદો:બ્રાસ સ્ક્રેપ ઉદ્યોગને પ્રદૂષિત વેસ્ટ મેનેજમેન્ટમાંથી મુકિત, કેન્દ્ર સરકારે હેઝારીયસ વેસ્ટ મેનેજમેન્ટ એકટમાં સુધારાનું જાહેરનામું બહાર પાડતા બ્રાસઉદ્યોગકારોમાં આનંદની લાગણી ફેલાઇ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેટલ સ્ક્રેપના ટ્રેડીંગ અને મેન્યુફેકચરીંગના એકમોને માલની હેરફેર તથા પ્રક્રિયામાં આવતી અડચણોનો સામનો કરવો નહીં પડે : મેટલ સ્ક્રેપના ધંધાર્થીઓન ે રાહત

જામનગરના બ્રાસ સ્ક્રેપ ઉધોગને પ્રદૂષિત વેસ્ટ મેનેજમેન્ટમાંથી મુકિત મળતા બ્રાસ ઉધોગકારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. કેન્દ્ર સરકારે ગતા તા.15 નવેમ્બરના હેઝારીયસ વેસ્ટ મેનેજમેન્ટ એકટ કાયદામાં સુધારાનું જાહેરનામું બહાર પાડયું છે. આથી જામનગર બ્રાસ ઉદ્યોગ અને દેશના અન્ય મેટલ સ્ક્રેપના ધંધાર્થીઓને મેટલ સ્ક્રેપના ટ્રેડીંગ અને મેન્યુફેકચરીંગના એકમોને માલની હેરફેર અને પ્રક્રિયામાં આવતી અડચણોનો સામનો કરવો પડશે નહીં. વન અને પર્યાવરણના વર્તમાન કાયદા મુજબ મેટલ સ્ક્રેપના ટ્રેડીંગ તથા મેન્યુફેકચરીંગના એકમોને માલની હેરફેર તથા પ્રોસેસ સમયે પરમીશન, ડીકલેરેશન સહિતની ઘણી બધી અડચણો આવતી હતી.

આ પ્રશ્ને જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, એકઝીમ મેટલ મરચન્ટ એસોસીએશનને સાથે મળીને જામનગરના સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરી હતી. આથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલા, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઇ ડાંગરિયા, એકઝીમ મેટલ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ ધરમભાઇ જોશી, જામનગરના અગ્રણી ઉધોગકાર જીનેશભાઇ શાહ સાંસદ પૂનમબેનની આગેવાની હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવને મળ્યા હતાં અને હેઝારીયસ વેસ્ટ મેનેજમેન્ટ કાયદામાં બ્રાસ સ્ક્રેપ ઉધોગને પડતી મુશ્કેલી અને પ્રશ્નોની રજૂઆત કરી હતી.

જેના અનુસંધાને મંત્રી તથા અન્ય અધિકારીઓએ પ્રર્વતમાન કાયદામાં ખામીઓને સ્વીકાર કરી કાયદામાં સુધારાની ખાતરી આપી હતી. જેના અનુસંધાને કેન્દ્ર સરકારે તા.15 નવેમ્બરના હેઝારીયસ વેસ્ટ મેનેજમેન્ટ એકટમાં સુધારાનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે અનુસાર જામનગર બ્રાસ ઉધોગને પ્રદૂષિત વેસ્ટ મેનેજમેન્ટમાંથી મુકિત આપવામાં આવી છે. આથી જામનગરના બ્રાસ ઉધોગકારો સહિત સમગ્ર દેશમાં મેટલ સ્ક્રેપનો વ્યવસાય કરતા ધંધાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

દેશના વ્યાપાર-ઉદ્યોગને સમગ્ર વિશ્વની સમકક્ષ પ્રક્રિયા અનુસરવાની રહેશે
કેન્દ્ર સરકારે હેઝારીયસ વેસ્ટ મેનેજમેન્ટ એકટમાં સુધારો કરતા બેઝલ નોમ્સ કે જેના પર વિશ્વના લગભગ તમામ દેશમાં વ્યાપાર થાય છે તે મુજબના સુધારાઓ કરવામાં આવતા ભારત દેશના વ્યાપાર-ઉધોગને સમગ્ર વિશ્વની સમકક્ષ પ્રક્રિયા અનુસરવાની રહેશે. આથી વ્યાપાર-ઉધોગ તથા ઉધોગોમાં રોકાયેલા લોકો સરળતાથી તેમનો વેપાર-ઉધોગ ચલાવી શકશે. - લાખાભાઇ કેશવાલા, પ્રમુખ જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન.

બ્રાસ સ્ક્રેપની હેરફેરમાં ઉદ્યોગકારોને મંજૂરી, ડીકલેરેશન આપવું નહીં પડે
જામનગર સહિત દેશભરના મેટલ સ્ક્રેપના ધંધાર્થીઓને વન અને પર્યાવરણના કાયદા મુજબ સ્ક્રેપની હેરફેર માટે પ્રદૂષણ નિયંત્રણ કચેરીની મંજૂરી લઇ ડીકલેરેશન આપવું પડતું હતું. પરંતુ કેન્દ્ર સરકારે હેઝારીયસ વેસ્ટ મેનેજમેન્ટ એકટમાં સુધારો કરતા બ્રાસ સ્ક્રેપ સહિત મેટલ સ્ક્રેપના ધંધાર્થીઓને મંજૂરી અને ડીકલેરેશન લેવું નહીં પડે તેમ ઉધોગકારોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...