આવેદન:ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર અને કૈલાસ માનસરોવરની મુક્તિ માટે કલેકટરને આવેદન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત તિબ્બત સંઘ જામનગર મહિલા વિભાગ દ્વારા 20 ઓકટોબર ‘કાળો દિવસ’ મનાવાયો

ભારત તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવરની મુક્તિ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને 20 ઓક્ટોબરને કાળો દિવસ મનાવી ચાઈનીઝ વસ્તુના બહિષ્કારનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. 20 ઓક્ટોમ્બર 1962 ના ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને દેશની સંસ્કૃતિ અને સંપત્તિને નુકશાન પહાેચાડયું હતું ત્યારે ભારત તિબ્બત સંઘ દ્વારા આ દિવસને કાળો દિવસ જાહેર કરી જિલ્લા મહાનગરોમાં આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

જેમાં જામનગરમાં પણ આ અંગેનો કાર્યક્રમ ભારત તિબ્બત મહિલા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા શહેર અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, પાયલબેન શર્મા, દિશીતા પંડયા,પૂર્ણિમાબેન નંદા, રીટાબેન ઝીંઝુવાડિયા, આશાબેન કટારમલ, મીનાક્ષીબેન રાયઠઠા અને પ્રાંત યુવા પાંખ પ્રદેશ મંત્રી કર્મભાઈ ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...