જામનગર જિલ્લો આખરે મ્યુકર માઇકોસીસની બિમારીથી મુક્ત બન્યો છે. આથી જી.જી.હોસ્પિટલમાં કોવિડ-એ બિલ્ડિંગના ત્રીજા માળે શરૂ કરાયેલા બ્લેક ફંગસના મેલ-ફિમેલ બન્ને વોર્ડને બંધ કરી તાળા મારવામાં આવ્યા છે. કોવિડ વિભાગમાં પણ કોરોનાના ફકત પાંચ દર્દી સારવાર હેઠળ છે.જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંખ્યાબંધ લોકો સંક્રમીત થયા હતાં. પરંતુ બીજી લહેરની સમાપ્તિ થઇ રહી છે. બીજી લહેર દરમિયાન કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસનો નવો રોગ જોવા મળ્યો હતો.
આથી જી.જી હોસ્પિટલમાં આવ દર્દીઓની સારવાર માટે ત્રીજા માળ પર બે અલગથી વોર્ડ શરૂ કરાયા હતાં. જેમાં ચાર મહિનાના સમયગાળા દરમિયાન 271 થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. તે પૈકી 211થી વધુ દર્દીની મેજર સર્જરી કરવામાં આવી હતી. જ્યારે 300થી વધુ માઇનર સર્જાઈ કરાઇ છે.
જી.જી.હોસ્પિટલ ની ટીમના પ્રયાસોથી 207 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાના ઘેર પહોંચી ગયા છે.હાલમાં માત્ર ત્રણ દર્દીઓ મ્યુકરની બીમારીના કારણે જી.જી. હોસ્પિટલમાં દાખલ છે. તેઓને ઇન્જેક્શન નો કોર્સ પૂર્ણ કરવા માટે ઇએનટી વિભાગમાં રાખવામાં આવ્યા છે. મ્યુકર માઇકોસિસની બીમારીમાંથી જામનગર શહેર અને જિલ્લો ગુરૂવારે મુક્ત બન્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.