આશા ધૂળધાણી થઇ ગઇ:જામનગર શહેરની બંને ટીમ એક ઝાટકે મેયર-કમિશ્નર કપમાંથી આઉટ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની મેયર અને કમિશ્નર ઇલેવન ટીમ વીલા મોઢે પરત ફરી

સુરતમાં રમાઇ રહેલા મેયર અને કમિશ્નર કપમાં જામનગરની મેયર અને કમિશ્નર ઇલેવન બંને ટીમનો પ્રથમ મેચમાં પરાજય થતાં સ્પર્ધામાંથી બાકાત થતા વીલા મોઢે પરત ફરી છે. વડોદરાની ટીમ સામે બંને ટીમે ધોબી પછડાટ ખાતા જામનગરની ચેમ્પિયન બનવાની આશા ધૂળધાણી થઇ ગઇ છે.

સુરતમાં રમાઇ રહેલી મેયર અને કમિશ્નર કપના પ્રથમ મેચમાં વડોદરા મેયર ઇલેવનની ટીમે ટોસ જીતીને જામનગરની મેયર ઇલેવનને દાવ આપ્યો હતો. જેમાં જામનગરની ટીમે 7 વિકેટે 161 રન બનાવ્યા હતાં. જેમાં ધર્મરાજસિંહ જાડેજાના 44, અલ્તાફ ખફીના 34 અને દિવ્યેશ અકબરીના 25 રન હતાં. જેની સામે વડોદરાની ટીમે 3 વિકેટે 162 રન ફટકારી મેચ જીતી લીધો હતો.

બીજા મેચમાં જામનગરની કમિશ્નર ઇલેવને અને વડોદરાની કમિશ્નર ઇલેવન વચ્ચેના મેચમાં 20 ઓવરમાં વડોદરાની ટીમે 157 રન ફટકાર્યા હતાં. જેના જવાબમાં જામનગરની ટીમ 134 રન બનાવતા ધોબી પછડાટ મળી હતી. કમિશ્નર અને મેયર કપમાં જામનગરની બંને ટીમનો પ્રથમ મેચમાં કારમો પરાજય થતાં સ્પર્ધામાંથી બાકાત થતા શહેરના ચેમ્પિયન બનવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...