તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારા પરિણામ:બંને જિ.પં. - 6 તા.પં. કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરના સાત રસ્તા પાસે આવેલા ઓશવાળ વિદ્યાલયમાં મંગળવારે મત ગણતરી હાથ ધરાઇ ત્યારે આખો દિવસ ત્યાં ઉત્સુકતાવશ નાગરિકોના ટોળેટોળા સતત ઉમટતા રહ્યા હતાં. હજારો નાગિરકોના આવાગમનથી કોરોના ગાઇડલાઇનનું તો નામું જ નખાઇ ગયંુ હતું. સાથો-સાથ સુરક્ષા કર્મીઓ પણ ચિંતામાં મુકાયા હતાં અને તાબડતોબ બેરીકેડ ગોઠવ્યા હતાં. - Divya Bhaskar
જામનગરના સાત રસ્તા પાસે આવેલા ઓશવાળ વિદ્યાલયમાં મંગળવારે મત ગણતરી હાથ ધરાઇ ત્યારે આખો દિવસ ત્યાં ઉત્સુકતાવશ નાગરિકોના ટોળેટોળા સતત ઉમટતા રહ્યા હતાં. હજારો નાગિરકોના આવાગમનથી કોરોના ગાઇડલાઇનનું તો નામું જ નખાઇ ગયંુ હતું. સાથો-સાથ સુરક્ષા કર્મીઓ પણ ચિંતામાં મુકાયા હતાં અને તાબડતોબ બેરીકેડ ગોઠવ્યા હતાં.
  • જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસે માંડ-માંડ જાળવી : કાલાવડ તા.પં.માં આમ આદમી પાર્ટીએ બે બેઠક જીતી
  • જામનગરના ઓશવાળ વિદ્યાલયમાં મત ગણતરી સમયે હજારો લોકો પરિણામ જાણવા ઉમટતા પોલીસને ટેન્શન થઇગયું હતું

હાલારમાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા રહ્યા છે. કારણ કે, શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહદઅંશે ભાજપની કલીન સ્વીપથી વર્ષ-2015 ની સરખામણીએ જામગનર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા બંને જિલ્લાની 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, જામનગર, લાલપુર, ધ્રોલ, જોડિયા, દ્રારકા, ખંભાળિયા તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો છે.

જામજોઘપુર, ભાણવડ અને કલ્યાણપુર તાલુકા પંચાયત જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ રહી છે. કાલાવડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ એક બેઠક પર વિજય મેળવી ખાતું ખોલાવ્યું છે. વર્ષ-2015 માં જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સતાના સૂકાન મેળવી ભાજપના સૂપડા સાફ કર્યા હતાં. પરંતુ મંગળવારે મતગણતરીના અંતે જામનગર જિલ્લા પંચાયત અને જામનગર, લાલપુર, ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. વર્ષ-2015 માં દ્વારકા જિલ્લા પંચાયત તથા ચારેય તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ મંગળવારે મતગણતરીના અંતે દ્વારકા જિલ્લા પંચાયત, ખંભાળિયા અને દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. જયારે ભાણવડ અને કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સતા જાળવી રાખી છે.

હાલારની પંચાયતોની ચૂંટણીની મતગણતરી

  • જામખંભાળિયાની વડત્રા જિલ્લા પંચાયતની બેઠકમાં રસાકસીના અંતે ભાજપના ઉમેદવાર અનિલ ચાવડાનો વિજય અને ધારાસભ્ય વિક્રમભાઇ માડમના પુત્ર કરણ માડમનો પરાજય થયો.
  • જામનગર જિ.પં.ની મોરકંડા બેઠક પર ભાજપના ડો.વિનુભાઇ ભંડેરીને કોંગ્રેસે પરાજય આપતા અપસેટ સર્જાયો.
  • જામનગર જિ.પં.ની બેડ બેઠક પર ભાજપને માત્ર 7 મતની સરસાઇ મળતા કોંગ્રેસે ફેર મતગણતરીની માંગણી કરી હતી.
  • જામનગર જિલ્લા પંચાયતની ગોપ બેઠક પર કોંગ્રેસને સક્રિય સભ્ય હેમત ખવાની ટીકીટ કાપવાનું ભારે પડયું, આ બેઠક પર હાથીની સૂંઢ ફરી વળતા બસપાનો વિજય થયો.
  • જામનગર જિલ્લા પંચાયતની અલિયા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશકુમાર ધમસાણીયાએ જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના ઉમેદવાર વશરામભાઇ રાઠોડને પરાજય આપ્યો.

દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના દિગ્ગજોનો પરાજય
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણનો 269 મતથી પરાજય થયો હતો. કોંગ્રેસના અગ્રણી અને ભાટિયા યાર્ડના ચેરમેન અને ગત ટર્મના જિલ્લા પંચાયતના સદસ્ય મેરગ કાના ચાવડાના પત્ની મણીબેન ચાવડાની હાર થઈ હતી.

ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વ.મેઘજીભાઈ કણઝારીયાના પુત્ર જિતેન્દ્રની 7998થી જંગી મતે તો જિલ્લાના તત્કાલીન પ્રમુખ પી.એસ.જાડેજાના પુત્રવધુ રિદ્ધિબા જાડેજાની 3317 મતથી ખંભાળીયા તાલુકાના ચારબારા સીટ ઉપર, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ હીરાબેન હરિભાઈ નકુમના પુત્ર સંજયભાઈ નકુમની ધરમપુર બેઠક પરથી 4269 જીત થઈ હતી. જયારે ભાજપમાંથી ગત ચૂંટણીમાં જી.પ.ના સદસ્ય રહી ચૂકેલા વિઠલ સોનગરાની કોંગ્રેસના અરવિંદભાઈ આંબલીયા સામે હાર થઈ હતી. ખંભાળિયાની ભાડથર સીટ પરથી નવા ચહેરા રેખાબેન પ્રતાપભાઈ પિંડારીયાની જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...