જામનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે જાડાની સામાન્ય સભાં ડેવલોપમેન્ટ પ્લાનના બંને એન્જડા આખરે પેન્ડીંગ રહ્યા છે. જમીનના હેતુફેરની ચર્ચા વચ્ચે કમિશ્નરે ટેકનીકલ કારણોસર એજન્ડ મોકૂફ રાખવામાં આવ્યાનું જણાવ્યું છે. અમુક રેસીડન્ટ ઝોનના પ્લાન મંજૂર થઇ ગયા હોય નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.
જાડાની સામાન્ય સભા શનિવારે મનપાના કમિશ્નર વિજયકુમાર ખરાડીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન મનિષ કટારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જનરલ બોર્ડ પહેલા રેસીડન્ટમાંથી કોર્મશીયલ ઝોન કરીને કરોડો રૂપિયાની જમીનનો હેતુફેર થશે તે ચર્ચાએ જોર પકડયું હતું.
આટલું જ નહીં ઝોન ફેરનો એજન્ડા પસાર કરવામાં આવશે તો વિપક્ષના નેતા આનંદ રાઠોડે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે જાડાની સામાન્ય સભામાં ડેવલોપમેન્ટ પ્લાનને સંબધિત એજન્ડા નં.16 અને 17 બંને પેન્ડીંગ રાખવામાં આવ્યા હતાં. આ અંગે મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ ટેકનીકલ કારણોસર બંને એજન્ડા પેન્ડીંગ રાખવામાં આવ્યાનું જણાવ્યું હતું.
બીજી બાજુ જાડાનો ડેવલોપમેન્ટ પ્લાન 2031 સુધીનો હોય તેમાં ફેરફાર કરવામાં આવે છે કે કેમ તેમાં કોનું હીત સમાયેલું છે તેવા પ્રશ્નો ઉઠતા આ સમગ્ર પ્રકરણ પર બિલ્ડરોની મીટ મંડાઇ છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.