હરાજી:જામનગર યાર્ડમાં કપાસ, લસણ, ચણા, સોયાબીનની ધૂમ આવક

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 245 ખેડૂત કપાસ લઇને આવ્યા, જીરૂના રૂ. 4655 ભાવ
  • હરાજીમાં જીવન જરૂરી સૂકા મરચાના ભાવ રૂ.6640 બોલાયા

જામનગર માર્કેટ યાર્ડમાં કપાસ, લસણ, ચણા, સોયાબીનની ધૂમ આવક થઇ છે. સૌથી વધુ 245 ખેડૂત કપાસ લઇને આવ્યા હતાં. હરાજીમાં જીવન જરૂરી સૂકા મરચાના રૂ.6640 અને જીરૂના રૂ.4655 ભાવ બોલાયા હતાં.

જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે જુદી-જુદી જણસની કુલ 53867 મણ આવક થઇ હતી. જેમાં બાજરીની 35, ઘઉંની 1343, મગની 28, અડદની 4116, મેથીની 147, ચણાની 7648, અરેંડાની 67, તલીની 1544, રાયડાની 1860, લસણની 10698, કપાસની 11337, જીરૂની 2310, અજમાની 2214, અજમાની ભૂસીની 1212, સૂકી ડુંગળીની 3654, સૂકા મરચાની 191, સોયાબીનની 5308, વટાણાની 60 અને કલોંજીની 45 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો મગના ભાવ રૂ.1000-1470, અડદના રૂ.1000-1610, તુવેરના રૂ.1000-1300, ચોળીના રૂ.900-1300, ચણાના રૂ.800-880, મગફળીના રૂ.1000-1900, તલીના રૂ.2525-3001, રાયડાના રૂ.1200-1277, લસણના રૂ.80-474, કપાસના રૂ.1455-1840, જીરૂના રૂ.3300-4655, અજમાના રૂ.1500-2605, સૂકા મરચાના રૂ.2350-6640 ભાવ બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...