જામનગર શહેર સહિત જીલ્લાભરમાં છેલ્લા પાંચેક દિવસથી તિવ્ર ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.જામનગરમાં સતત પાંચ દિવસથી લઘુતમ તાપમાન બાર ડિગ્રી આસપાસ જ રહેતા હાડ ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો છે.જામનગરમાં પવનની ઝડપ સતત બીજા દિવસે પ્રતિ કલાક દશથી ત્રીસ કિ.મિ. સુધીની રહેતા ઠંડા વાયરાના પગલે શહેરીજનો ધ્રુજી ઉઠયા હતા.
જામનગરમાં ગત રવિવારથી તિવ્ર ઠંડીનુ મોજુ શરૂ થયુ હતુ.જેમાં સતત પાંચમા દિવસે પણ કડકડતી ઠંડીનો મુકામ રહયો છે.જામનગરમાં આંશિક વધારા સાથે લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયુ હતુ.જયારે દિવસનો પારો બે ડિગ્રી જેટલો ગગડી જતા મહતમ તાપમાન 24 ડિગ્રી રહયુ હતુ. જેના પગલે બપોર બાદ સુર્યનારાયણનો મિજાજ હળવો પડતા જ સુસવાટા મારતા પવન સાથે ઠંડીએ સામ્રાજય જમાવ્યુ હતુ.
શહેરમાં ગત સપ્તાહથી પવનની દિશા પણ બદલાતા તિવ્ર પવન સાથે ઠંડીએ જમાવટ કરી છે.જામનગરમાં સરેરાશ દશથી વીશ કિ.મિ.ની ઝડપે ફુંકાયેલો પવન એક તબકકે ત્રીસ કિ.મિ. સુધી પહોચી ગયો હતો.જેના પગલે શહેરીજનોએ શિયાળાની કડકડકી ઠંડીનો અહેસાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.