• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Bomb Disposable Squad Conducts Probe Into Public Places In Jamnagar, Fear Of Suicide Attack By Terrorist Organization In The Country

એલર્ટ:દેશમાં આતંકી સંગઠન દ્વારા આત્મઘાતી હુમલાની દહેશત, જામનગરના જાહેર સ્થળો પર બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડે તપાસ હાથ ધરી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.જી. હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ ડેપો, એરપોર્ટ સહિતના જાહેર સ્થળો પર ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ

આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા સમગ્ર ભારતભરમાં આત્મઘાતી હુમલાઓ કરવાની ચીમકી અપાયા પછી જામનગર શહેર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરના જાહેર સ્થળો જેવા કે જી.જી. હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતના જાહેર સ્થળો પર આજે એસઓજીની ટીમ, બોમ્બ ડીસ્પોઝેબલ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે.

શહેરના જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુંજામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલની સૂચનાથી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. આર.વી. વીંછીના માર્ગદર્શન હેઠળ આજે હથિયારધારી તેમજ બિન હથિયાર ધારી સહિતના 50 થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો સધન ચેકિંગમાં જોડાયો હતો. જામનગરની એસ.ઓ.જી. શાખા ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ અને ડોગ સ્કવોડની ટુકડી દ્વારા સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સમગ્ર પરિસરમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જોકે ત્યાંથી કશું વાંધાજનક મળ્યું નથી. આ ઉપરાંત અન્ય જાહેર સ્થળો જેવાકે જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન, એસટી બસ ડેપો, એરપોર્ટ, શહેરની મધ્યમાં આવેલા બે શોપિંગ મોલ, તથા સિનેમા ગ્રહો વગેરેમાં સમગ્ર ટીમ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

કંઈ વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધોજામનગર પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા અલગ અલગ જાહેર સ્થળો પર કરાયેલા ચેકિંગ દરમિયાન કંઈ વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...