અરેરાટી:વાનાવડ પાસે બોલેરોએ ગાડાને ઠોકર મારતા બાળકનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાની નજર સામે જ બાળકે જીવ ગુમાવ્યો
  • નાસી ​​​​​​​છુટેલા ચાલક સામે ગુનો નોંધાયો,પોલીસ દ્વારા શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવણ ગામના પાટીયા પાસે સોમવારે રાત્રે પસાર થતા બળદગાડાને પુરપાટ વેગે ધસી આવેલી બોલેરો પીકઅપવાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડામાં બેઠેલો બાર વર્ષીય બાળક ફેંકાઇ જતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે તેના પિતા અને અન્ય એકને ઇજા પહોચી હતી.આ અકસ્માત સર્જી વાનચાલક નાશી છુટતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા માવજીભાઇ દાનાભાઇ વાઘેલા નામનો યુવાન સોમવારે રાત્રે બળદગાડામાં પોતાના પુત્ર મયુર(ઉ.વ. 12)તથા ચીમનભાઇ સાદીયાને સાથે લઇ જઇ રહયા હતા જે વેળાએ વાનાવડ પાટીયા પાસે પુરપાટ વેગે ધસી આવેલી એક બોલેરો પીકઅપવાનના ચાલકે બળદગાડાને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

ધડાકાભેર ટકકરને કારણે ગાડામાંથી માવજીભાઇ ઉપરાંત તેનો પુત્ર મયુર અને ચીમનભાઇ બહાર ફેંકાઇ ગયા હતાજેમાં મયુર(ઉ.વ. 12)ને શરીરે ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે ચીમનભાઈને માથા અને માવજીભાઇને સામાન્ય ઇજા પહોચ્યાનુ બહાર આવ્યુ છે. અકસ્માત સર્જી બોલેરોવાનચાલક વાહન મુકી નાશી છુટયાનુ બહાર આવ્યુ છે.આ બનાવની ફરીયાદના આધારે પોલીસે વાનચાલક સામે અકસ્માત અંગે ગુનો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...