તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કિરીટ જોષી હત્યા કેસમાં ત્રણેય આરોપીના બોગસ પાસપોર્ટ જપ્ત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા કોવિડ ટેસ્ટ કરાવી ફરી રિમાન્ડ પર લેવા તજવીજ

જામનગરના એડવોકેટ કિરીટ જોષીના ચકચારી હત્યા કેસમાં કોલકાત્તાથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં તેઓ જુદા-જુદા રાજ્ય અને વિદેશમાં રોકાયા હોવાનું બહાર આવતા અને તે વખતે તેમણે બોગસ પાસપોર્ટ ખોટું નામ ધારણ કરી બનાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે ત્રણેય શખસોના બોગસ પાસપોર્ટ કબજે કરી ભૂ-માફિયા જયેશ પટેલ પર સિકંજો વધુ મજબૂત બનાવ્યો છે.

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની સોપારી આપી ભાડુતી મારાઓ દ્વારા ભૂ-માફિયા જયેશ પટેલ દ્વારા હત્યા કરાવવાના ચકચારી કેસમાં અમદાવાદના હાર્દિક નટવરલાલ પુજારા, દિલીપ નટવરલાલ પુજારા અને જયંત અમૃતલાલ ગઢવીને સ્પેશ્યલ ઓપરેશન દ્વારા કોલકાત્તામાંથી પકડી પાડવામાં આવ્યા હતા જે પ્રકરણમાં ત્રણેય આરોપીઓ જુદા-જુદા રાજ્યો અને વિદેશમાં રોકાયા હોવાનું બહાર આવ્યું હતું જેમાં તેઓએ બોગસ નામે પાસપોર્ટ બનાવ્યા હતા. પોલીસે ત્રણેયના પાસપોર્ટ કબજે કરી ટ્રાન્સફર વોરંટ દ્વારા ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ ફરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...