તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ખોડિયાર કોલોનીમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે તેની કામગીરી પોલીસ કરે છે

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસઓજીનો દરોડો : ગુનો નોંધી તપાસ

જામનગર શહેર-જિલ્લામાંથી બોગસ ડોકટર પકડાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેકટીસ કરી લોકોની સારવાર કરી રહેલા બાેગસ ડોકટરને એસઓજી પોલીસે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. જામનગર શહેર-જિલ્લામાં બાેગસ ડોકટરોનો રાફડો ફાટયો છે, આરોગ્ય તંત્ર જયારે ધોર નિંદ્રામાં છે ત્યારે તેનું કામ પોલીસ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી બોગસ ડોકટરો પકડવાનો સીલસીલો યથાવત છે

ત્યારે શહેરની વચ્ચો વચ્ચ ખોડિયાર કોલોની નીલકમલ, વાછરાડાડા મંદીર સામે રાણાભાઇ ગઢવીના મકાનમાં કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને તપાસીને સારવાર કરી દવા આપી રહેલા રજાક કરીમભાઇ ફકીર (ઉ.વ.48) નામના શખસને એસઓજીએ પકડી પાડયો હતો તેની પાસેથી કોઇપણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન મળી આવતા તેની સામે ગુનાે દાખલ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં બોગસ તબીબ પકડાવાનો સીલસીલો યથાવત રહેતા શહેરીજનોમાં ભારે ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો