કામગીરી:ધો.10 સુધી ભણેલો બોગસ તબીબ પકડાયો, મેઘનુ ગામ પાટિયા પાસે SOGનો દરોડો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી

લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટીયા પાસે લેબર કોલોની નજીકના પતરા કોલોની વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે દરોડો પાડી ડિગ્રી વગરના બોગસ તબીબને પકડી પાડી દવાઓ-બાટલાઓ પણ કબજે કર્યા હતા.પકડાયેલા શખસે ઘો.10 સુઘીનો અભ્યાસ કર્યો હોવાનુ પોલીસ પુછપરછમાં ખુલ્યુ હતુ.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટીયા પાસે લેબર કોલોની નજીક પતરા કોલોની વિસ્તારમાં એક શખસ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા પોતે કિલનિક ખોલી દર્દીઓને તપાસી દવા-બાટલાઓ-ઇન્જેકશનો આપી પૈસા વસુલ કરતા હોવાની સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમને બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ મેઘનુ ગામના પાટિયા પાસે દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળા પોલીસને પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના દિગરી ગામનો વિવેકાનંદ રાજેન્દ્રભાઇ સિંકદર નામનો ઇસમ મળી આવ્યો હતો.પોલીસે તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરી ડિગ્રી જોવા માંગતા તેની પાસે કોઇ મેડીકલ ડિગ્રી ન હોવાનુ સામે આવ્યુ હતુ. આથી પોલીસે તેના કબજામાંથી જુદી જુદી દવાઓ, બાટલાઓ, ઇન્જેકશનો, બીપી માપવાનુ મશીન વગેરે મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે તેની સામે લાલપુર પોલીસ મથકમાં ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.પકડાયેલા શખસે માત્ર ઘો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાનુ પ્રાથમિક પોલીસ પુછપરછમાં ખુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...